પ્લાસ્ટિકની થેલીમાંથી ૨ વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો, ઉંદરે મ્હોં અને માથાના ભાગને કોતરી ખાધો

મુંબઇ,મુંબઈના માહિમ વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીમાંથી બે વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો . પોલીસ કંટ્રોલ રૂમને સવારે ૫ વાગ્યે આ અંગેની માહિતી મળી હતી. પોલીસને બાતમી મળી હતી કે સાયન-માહિમ લિંક રોડની બાજુમાં પ્લાસ્ટિકની કોથળીમાં બાળકની લાશ પડી છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકના મોઢામાંથી ફીણ નીકળી ગયુ હતું. ઉંદરોએ માથું અને જમણા હાથના કાંડાને કોતરી નાખ્યા હતા. શાહુનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે હાલમાં તો ગુનો નોંધીને બાળકની ઓળખ મેળવવા સહીતની વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસ બાદ પોલીસ તરત જ બાળકને સાયનની લોકમાન્ય ટિળક હોસ્પિટલમાં લઈ ગઈ. ડોકટરે બાળકને જોતા જ મૃત જાહેર કર્યો હતો. જોકે આ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ બાળકને અહીં કોણે ફેંક્યું? બાળકનો વાલી કોણ છે? આ તમામ સવાલોના જવાબ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

સવારે લગભગ ૫ વાગ્યે મુંબઈ પોલીસને મુખ્ય કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે, સાયન-માહિમ લિંક રોડ પર પ્લાસ્ટિકની કોથળીમાં એક બાળકનો મૃતદેહ પડ્યો છે. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને જાણવા મળ્યું કે બાળકનો મૃતદેહ બેગની અંદર હતો. બાળકના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. તેનું માથું અને જમણા કાંડાને ઉંદરોએ કોતરી નાખ્યા હતા. પોલીસની ટીમ તરત જ બાળકને લઈને સાયનની લોકમાન્ય ટિળક હોસ્પિટલ પહોંચી. પરંતુ બાળકને બચાવી શકાયું નહિ.

મૃતક બાળકની ઉંમર ૨ વર્ષની હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. આ પછી શાહુ નગર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ સમાચાર બાદ આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી છે. આખરે બાળકની લાશને પ્લાસ્ટિકની કોથળીમાં આ રીતે કોણે ફેંકી? આ સવાલ ઉપર આગળ તપાસ હાથ ધરાઇ રહી છે.