- મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વેન્ડર અને અરજદારના નિવેદન લેવાયા.
- કાલોલ મામલતદાર કચેરીમાં લાંચ પ્રકરણમાં પ્રાન્ત અધિકારી દ્વારા તપાસનો આદેશ.
ગોધરા,
કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં હાલના ઈન્ચાર્જ સર્કલ ઓફિસર દ્વારા સ્ટેમ્પ વેન્ડરને વચેટીયા તરીકે રાખીને નોંધ પડાવવા માટે લાંચના રૂપીયા અરજદારો પાસે માંગતો હોય તેવો ઓડિયો વાયરલ થયો હતો. કાલોલ મામલતદાર કચેરીમાં ખુલ્લેઆમ વચેટીયાને રોકીને લાંચની માંગણી કરતા હોવાનો ઓડિયોના આધારે પંચમહાલ સમાચારમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અહેવાલના પગલે પ્રાંત અધિકારી દ્વારા મામલતદાર કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ સોંંપવામાંં આવી છે. સાથે તપાસના અહેવાલ બાદ કાર્યવાહી કરવામાં આવશે તે પણ નકારી શકાય નહિ.
કાલોલ તાલુકા મામલતદાર કચેરી સ્ટેમ્પ વેન્ડર તરીકે કામ કરતાં રશ્મિભાઈ પરમાર દ્વારા એક અરજદારને ઈન્ચાર્જ સર્કલ વતી નાણાંની માંગણી કરવામાં આવી હતી. જ્યારે અરજદાર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરના વચેટીયા તરીકે લાંચની માંગણી કરતા રશ્મિભાઈ પરમારને મળ્યા હતા. ત્યારે અરજદારને જણાવ્યું હતું કે, રેગ્યુલર સર્કલ ઓફિસર દ્વારા હાલના ઈન્ચાર્જ સર્કલ ઓફિસર જેના વ્યવહાર બાકી છે. તેવા અરજદારનું લીસ્ટ આપવામાં આવ્યું છે. અને જે અરજદાર વ્યવહાર ન આવે તેવી નોંધ રદ કરવામાં આવશે. તેવી ધમકી ઉચ્ચારવામાં આવી હતી.
મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર વતી વચેટીયા તરીકે કામગીરી કરતા રશ્મિભાઈ પરમાર દ્વારા અરજદાર સાથે નોંધ પડાવવા માટે વ્યવહારની વાતચીત મોબાઈલ ફોન ઉપર કરવામાં આવી હતી. તેવી ઓડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો. કાલોલ મામલતદાર કચેરીમાં ખુલ્લેઆમ ચાલતા ભ્રષ્ટાચાર અને લાંચની માંગણી વચેટીયાને રોકીને કરવામાં આવે છે. તેમાં પણ જેટલા અરજદારોની નોંધ કાચી પડેલ હોય તે પાકી નોંધ પડાવવા માટે વ્યવહારની માંગણી કરાતી હોવાનો અહેવાલ પંચમહાલ સમાચાર દૈનિકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. કાલોલ મામલતદાર કચેરીમાં નોંધ પડાવવા માટે સર્કલ ઓફિસરના વચેટીયા તરીકેની ભૂમિકા ધરાવતો હોય તેવા સ્ટેમ્પ વેન્ડર દ્વારા સર્કલ ઓફિસર નામે ફોન ઉપર અરજદારો સામે નોંધ પડાવવાના વ્યવહારની માંગણી અહેવાલ બાદ પ્રાંત અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આજરોજ મામલતદાર કચેરી ખાતે સ્ટેમ્પ વેન્ડર અને અરજદારોના નિવેદનો લેવામાં આવ્યા છે. કચેરીમાંં ચાલતા ભ્રષ્ટાચાર ને શરૂ થયેલ તપાસના અહેવાલ બાદ કાર્યવાહી કરવામાં આવશે. કાલોલ મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસરના વચેટીયા તરીકે સ્ટેમ્પ વેન્ડર દ્વારા નોંધ પડાવવા માટે અરજદારો પાસેથી વ્યવહાર માંગતા હોય તેવા અહેવાલની અસર જોવા મળી છે. ગોધરા પ્રાંત અધિકારી દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે. આદેશ બાદ સ્ટેમ્પ વેન્ડર તેમજ અરજદારન નિવેદનો લેવામાં આવ્યા. કાલોલ મામલતદાર કચેરીમાં નોંધ પડાવના અહેવાલ બાદ પ્રાંત અધિકારી દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે આવા વચેટીયાઓ સાથે સાંઠગાંઠ કરી ભ્રષ્ટ અધિકારીઓ લાંચની માંગણી કરતા આવા વચેટીયાઓના બચાવ માટે પણ કેટલાક અધિકારીઓ મેદાનમાં આવ્યા હોવાનું જણાઈ રહ્યું છે.