નદીસર,નદીસર ગ્રામ પંચાયતના 19 કામો કર્યા વગર નાણાં ચૂકવ્યા હોવાના દાખલ થયેલ ગુનામાં ગોધરાના ડી.વાય.એસ.પી.એ નદીસર ગામમાં બહુચર્ચિત 19 કામો સંદર્ભમાં સ્થળ મુલાકાત લઈને ચકાસણીઓ શરૂ કરતાં પ્રજાજનો પણ દંગ રહી ગયા હતા.
ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં 14મા અને 15મા નાણાંપંચ હેઠળ કરવામાં આવેલા 32 વિકાસના કામો પૈકી 19 કામો કરવામાં આવેલી ગેરરીતિ અને 48.19 લાખ રૂપિયા ના નાણાંકીય ચૂકવણાઓ કરવામાં આવ્યા હોવાના સંદર્ભમાં 2 પૂર્વ સરપંચો સહિત 12 કર્મચારીઓ સામે કાંકણપુર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નદીસર ગ્રામ પંચાયતના આ બહુચર્ચિત પ્રકરણની તપાસ કરી રહેલા ગોધરાના ડી.વાય.એસ.પી. પરાક્રમસિંહ રાઠોડે આ 19 કામો કરવામાં આવેલી ગેરરીતિ અને સ્થળ ઉપર હયાત છે કે તે માટે તેઓએ ગોધરા તાલુકા માં આવેલી નદીસર ગ્રામપંચાયતની મુલાકાત લઈને આ કામોની સ્થળ ચકાસણી કરીને તપાસને વેગવંતી બનાવી છે. એમાં બનાવવામાં આવેલ આર.સી.સી. રોડ ઉપર પથરાઈ ગયેલ આ માટીને દૂર કરાવીને નીચે ખરેખર રસ્તો છે કે કેમ પોલીસ ટીમને સાથે રાખીને સ્થળ ચકાસણી ગ્રામજનોની નજરો સામે કરી હતી. જોકે, નદીસર ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ગેરરીતીઓ આચરવામાં આવી હોવાની ફરિયાદમાં સામેલ કેટલાક આરોપી કર્મચારીઓદ્વારા ગોધરા અદાલતમાં આગોતરા જામીન માટે કરાયેલ અરજીમાં 19 કામો સ્થળ ઉપર કરવામાં આવ્યા હોવાના ફોટોગ્રાફ સાથે રજૂઆત કરવામાં આવતા નદીસર ગ્રામ પંચાયતમાં 19 કામોની ગેરેરીતીઓનો આ મામલો વધુ ગરમાયો છે. નદીસર પ્રકરણની આ ફરિયાદ કરતા પૂર્વ તપાસ ટીમના સભ્યો દ્વારા સ્થળ પંચક્યાસ કરવામાં આવ્યા હતા કે કેમ? અને જે તે કર્મચારીઓને શો-કોઝ નોટિસ આપીને ખુલાસાઓની તક આપવાના બદલે સીધેસીધી પોલીસ ફરિયાદદાખલ કરી દેવાનો આ મુદ્દો હવે કાનૂની જંગની લડાઈઓમાં ફેરવાઈ જવાના એધાંણો દેખાઈ રહ્યા છે.