ગોધરા,
સિનેમેજિક શોબીઝ શભજ્ઞક્ષ એવોર્ડ ૨૦૨૦ અમદાવાદમાં ૨૧-૧૨-૨૦૨૦ ના રોજ ગ્રાન્ડ વિનાયક હોટલ ઓઢવ અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ કલાકાર ચંદન રાઠોડ તથા કાર્યક્રમના મુખ્ય આયોજક એવા ભરતભાઈ શર્માના હસ્તે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ખૂબ જ મૂલ્યવાનસિનેમેજીક શોબીઝ એવોર્ડ-૨૦૨૦ શ્રેષ્ઠ અભિનેતા અને પ્રોડ્યુસર નો એવોર્ડ ગોધરાના ઉત્સાહી ઇનોવેટિવ શિક્ષક અને કલાકાર ઈન્દ્રવદન પરમાર (ઈન્દુભાઈ) ને વિશ્ર્વ ચેતના ફિલ્મ્સ ગોધરા અને ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી ના મદદનીશ શિક્ષક ને તેઓએ કરેલ અનેક ફિલ્મોમાં અભિનયની ઉત્કૃષ્ટતા બદલ અને પ્રોડ્યુસર તરીકે સફળ કામગીરી કરવા બદલ સિનેમેજિક એવોર્ડ ના પ્રણેતા ભરત શર્મા તથા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ કલાકાર ચંદન રાઠોડ ના હસ્તે સન્માનિત કર્યા હતા. આ એવોર્ડ સમારોહમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના અનેકઆર્ટિસ્ટો કલાકાર મિત્રો અને અભિનેત્રીઓ હાજર રહ્યા હતાં પ્રોડ્યુસર ઇન્દ્રવદન પરમાર ઇન્દુભાઇ તરફથી તાજેતરમાં એજ્યુકેશનલ શોર્ટ ફિલ્મ જન્મોત્સવ ,બોળો છત્રી સખી માર્કંડી પવિત્રતા સહિત અનેક રચનાત્મક ફિલ્મોમાં સુંદર અભિનય સાથે પ્રોડ્યુસર ની ભૂમિકામાં રહીને અનેક કલાકારો મેં ઇન્દ્રવદન પરમાર દ્વારાને પ્રોત્સાહિત કર્યા હતા
પુરા રાજ્યમાં સોશિયલ મીડિયામાં ખૂબ સુંદર આ ફિલ્મો ધૂમ મચાવે છે. ઇન્દ્રવદન પરમાર દ્વારા આ રાજ્ય ના વિદ્યાર્થીઓ માટે જબરદસ્ત નવતર પ્રયોગ છે શિક્ષકો વર્ગમાં શિક્ષણ કાર્ય કરે છે ત્યારે અત્યારના હાલના સમયમાં કોરોના મહામારીના આ ભયંકર કપરા કાળમાં ધોરણ-૯ અને ૧૦ના એકમોનું વિવિધ પાત્રો સહિત સ્વયં પોતે અભિનય દ્વારા ફિલ્માંકન કરી રાજ્યના વિદ્યાર્થીઓ માટે તેઓ આ ફિલ્મ વિનામૂલ્યે નિ:શુલ્ક પહોંચાડે છે સ્વ ખર્ચે ધોરણ ૯-૧૦ ના ગુજરાતી વિષયના એકમોનું ફિલ્માંકન કરી એક જબરજસ્ત એજ્યુકેશનલ રાષ્ટ્રીય સેવા પૂરી પાડે છે. જે ખરેખર શિક્ષક સમાજ માટે ગૌરવવંતી બાબત છે.