અમદાવાદ,ઉમેશ પાલ હત્યા કેસ બાદ જ્યારે એસટીએફએ સાબરમતી જેલ પર નજર રાખવાનું શરૂ કર્યું, ત્યારે તેમને આ ભાગીદારીના નક્કર કડીઓ મળી હતી. આ વાતને જેલમાંથી અતીક દ્વારા કરવામાં આવેલા કેટલાક ફોન કોલ્સ દ્વારા પણ પુષ્ટિ મળી છે.
એસટીએફના સૂત્રોનું માનીએ, તો અતીકના ડઝનથી વધુ સાગરિતોએ સાબરમતીમાં ઠેકાણાઓ બનાવ્યા હતા. અતીક અને આ ગોરખધંધાનો તમામ ખર્ચ મુંબઈ અને ગુજરાતના વેપારીઓએ ઉઠાવ્યો હતો, જે કારણે તેને પ્રયાગરાજથી પૈસા મંગાવવાની જરૂર પડતી ન હતી. STF ને એ પણ જાણવા મળ્યું છે કે, અતીકે રાજસ્થાનમાં પણ કેટલાક લોકો સાથે મળીને તેના કાળા નાણાનું રોકાણ કર્યું હતું.
એસટીએફ આ વેપારીઓની તપાસ કરી રહી છે. અતીક જેલમાંથી જ પ્રયાગરાજના વેપારીઓ અને બિલ્ડર્સને ધમકી આપતો હતો. મેયરની ચૂંટણી લડવા માટે શાઇસ્તાને બસપાની ટિકિટ મળ્યા બાદ ધમકીઓનો સિલસિલો વધતો જ ગયો. આ રકમ બેંક ખાતામાં પણ મંગાવવામાં આવી હતી. STF ને આ અંગે મજબૂત સુરાગ પણ મળ્યા છે.