સુરત,સુરતમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકે ૧૬ વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું, કલાસીસમાં એકલતાનો લાભ ઉઠાવી હેવાનિયત આચરી વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો. ટ્યુશન ક્લાસીસ ચલાવતા નરાધમ શિક્ષકે તેની જ વિદ્યાર્થીની ૫૨ દાનત બગાડી હતી. તેની પાસે ધોરણ ૧૨નો અભ્યાસ કરી બાદમાં સ્પોકન ઈંગ્લીશ શીખવા માટે જતી હતી. આ તકનો શિક્ષકે ગેરલાભ ઉઠાવ્યો અને તેના ઉપર દાનત બગાડી દુષ્કર્મ આચર્યું હતું.
કલાસીસમાં એકલતાનો લાભ ઉઠાવી નોકરી અપાવવાની લાલચ આપી શિક્ષકે તેના ઘરે લઈ જઈ બળજબરી પુર્વક બળાત્કાર કર્યો હતો. આ ઉપરાંત નરાધમ શિક્ષકે મોબાઈલમાં વીડીયો ઉતારી વાયરલ કર્યો હોવાની ઘટના પણ સામે આવી હતી. બનાવ અંગે પોલીસે સગીરાની ફરિયાદને આધારે નરાધમ શિક્ષક સામે બળાત્કારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં શ્રમજીવી પરિવારની ધોરણ-૧૨માં અભ્યાસ કરતી ૧૬ વર્ષની સગીર દીકરી ટ્યુશન કલાસીસમાં જતી હતી. સગીરા વતનમાં ધો-૧૨ની પરીક્ષા આપ્યા બાદ ૧૦ માર્ચ ૨૦૨૩થી વીસ દિવસ માટે સ્પોકન ઈંગ્લીશ શીખવા માટે જતી હતી તે વખતે નરાધમ અરૂણ વર્માએ સગીરા ઉપર દાનત બગાડી હતી. સાંજના સમયે સગીરા જ્યારે કલાસીસમાં એકલી હતી તે વખતે અરૂણ વર્માએ તેણીને નોકરી આપવાની લાલચ આપી ટ્યુશન કલાસીસમાંથી તેના મકાનમાં લઈ ગયો જ્યાં તેને નોકરી અપાવવા અંગે વાતચીત કર્યા બાદ શારીરીક અડપલા કરતા સગીરાએ તેનો પ્રતિકાર કર્યો હતો. મહત્વનુ છે કે, સગીરાને વાતોમાં ભોળવી તેની મરજી વિરૂધ શારીરીક સંબંધો બાંધી તેનો મોબાઈલમાં વિડીયો પણ ઉતાર્યો હતો.
નરાધમ અરૂણ વર્માએ આ વીડિયો વાઇરલ કર્યો હતો. આ અંગેની જાણ સગીરાના પરિવારને થતા ફરિયાદ નોંધાવતા ઈચ્છાપોર પોલીસે શિક્ષક અરૂણ વર્મા સામે બળાત્કાર અને આઈટી એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આરોપી અરુણ વર્માની ધરપકડ પણ કરી લીધી છે.