લકઝરી બસ પલટી:મહેસાણાના નંદાસણ પાસે મધરાતે લકઝરી બસ પલટી, ૨ના મોત, ૧૦થી વધુ ઘાયલ

મહેસાણા,મહેસાણા જિલ્લાના નંદાસણ પાસે મોડી રાત્રે ૩ કલાકે એક લકઝરી બસ રોડ પર એકાએક પલટી મારી ગઈ હતી.જેમાં મધરાતે અકસ્માત સર્જાતા મુસાફરોની કીકીયરીઓ થી આસપાસના લોકો દોડી આવતા બસમાં સવાર લોકોને બહાર કાઢી રોડ પર બેસાડયા હતાં.સમગ્ર ઘટના મોડી રાત્રે બનતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

નંદાસણ પાસે મોડી રાત્રે ૩ કલાકે સુરત થી જોધપુર જતી રાજસ્થાન પરસિંગ જલકરી બસ એકાએલ રોડ પર પલટી મરી ગઈ હતી.જેમાં લક્જરીમાં સવાર લોકોને ઇજાઓ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ અને પોલીસને જાણ કરતા ટિમો ઘટના સ્થળે દોડી આવી હતી.જ્યાં ઇજા પામેલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે અકસ્માત રાત્રે ૩ કલાકે નંદાસણ પાસે બનવા પામ્યો છે.જેમાં હાલ પોલીસ પાસે ૧૦ મુસાફરો ઇજા થયા હોવાની વિગતો આવી છે તેમજ અકસ્માતમા એક મહિલા અને એક બાળક નું મોત થતા નંદાસણ સરકારી હોસ્પિટલમાં મૃતદેહ રાખવામાં આવ્યા છે.તેમજ રાત્રે ઇજાગ્રસ્ત ને કલોલ અને ગાંધીનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.હાલ તપાસ ચાલુ છે અને સિવિલ માંથી દર્દીઓની વધઓ આવી રહી છે.તેમ તેમ પોલીસ મુસાફરોને મળી નિવેદન લઇ ગુનો નોંધવા તજવીજ આદરી છે.