શહેરા,
શહેરા તાલૂકા કોંગ્રેસ સમિતી એ સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિસંબધીત કાયદા મામલે મામલતદાર ને સુત્રોચ્ચાર સાથે આવેદન પત્ર આપવામા આવ્યુ ંહતું. કોંગ્રેસ એ ખેડૂતોના હિત માટે આ કૃષિ કાયદો રદ કરવામા આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ગુજરાત સહિત દેશભરમા કૃષિકાયદાનો કોંગ્રેસ દ્વારા વિરોધ થઈ રહ્યો છે.બુધવારના રોજ શહેરા તાલુકા કોંગ્રેસ ના અગ્રણી તખત સિંહ સોલંકી, દુષ્યંતસિંહ ચોહાણ તેમજ જે.બી.સોલંકી, રંગીતસિંહ પગી અને કોંગ્રેસ પ્રમુખ આરતસિંહ પટેલ સહિતનાઓ એ આ કૃષિ સંબધિત ત્રણ કાયદા પરત ખેચવા મામલે મામલતદાર મેહુલ ભરવાડને આવેદન આપ્યુ હતું. કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો અને અગ્રણીઓ હાથમાં “ન્યાય માટે આંદોલન કરતા ખેડુતોને સહયોગ આપો” અને ખેડૂતોની માંગ પુરી કરવામા આવે તેવા બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.આવેદનપત્રમાં આક્ષેપ કરવામાંઆવ્યો હતો કે કૃષિ સંબધીત સહિત ત્રણ કાયદા પાછા ખેચીને રદ કરવા જોઈએ. મોદી સરકારે ત્રણ કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ જેટલા અન્નદાતાઓને મૂઠ્ઠીભર મૂડીપતિઓના હાથે ગીરવેમુકી હરિતક્રાતિને ખતમ કરવાનુ તેમજ દેશના ખેડૂત અને ખેતમજૂરીઓની મહેનતને મુડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનુ ષડયંત્ર રચ્યુ છે.જેના કારણે ખેતમજૂરો, મંડીમજુરો, ટ્રાન્સફોરર્સ સહિતના કરોડો લોકોનો વિરોધ થઈ રહ્યો છે.વધૂમા આ કૃષિ સંબધીત કાયદાને રદ કરવા માટે આવેદનમાં ઉલ્લેખ કરવામા આવ્યો હતો.આવેદનપત્ર આપવા તાલુકા કોંગ્રેસ સમિતિના રંગીત સિહ પગી ઈકબાલ પોચા, સાજીદ વલી રિઝવાન પઠાણ પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રિયંકાબેન પરમાર, પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી તથા પંચમહાલ જિલ્લાના પ્રભારી જાનકી બેન પટેલ, પંચમહાલ જિલ્લા ઉપપ્રમુખ જય પરમાર, મહામંત્રી નિશરીનબેન શહેર મંત્રી મીનાબેન પૂરાણી, ગુણવંતભાઈ તેમજ ફારૂકભાઇ મોગલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.