થાઈલેન્ડ જતાં પ્રવાસીઓએ તોડ્યો રેકોર્ડ, એપ્રિલ સુધીમાં ૭૫ લાખ લોકોએ મુલાકાત લીધી

થાઇલેન્ડ,દુનિયાભરમાંથી ટુરીસ્ટ થાઈલેન્ડની મુલાકાતે જાય છે. દરેક વ્યક્તિ એક વખત તો થાઈલેન્ડ ફરવા જવાનું ઈચ્છે છે. થાઈલેન્ડ ખૂબ જ સુંદર આઇલેન્ડ છે. હનીમૂન માટે કપલ્સ થાઈલેન્ડને પ્રાથમિક્તા આપે છે. એટલે જ થાઈલેન્ડ હનીમૂન ડેસ્ટિનેશન તરીકે ખૂબ જ લોકપ્રિય છે. અહીંના સુંદર સમુદ્ર કિનારા દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ફરવા માટે થાઈલેન્ડ સસ્તું હોવાના કારણે વિદેશથી મોટી સંખ્યામાં લોકો અહીં જવાનું પસંદ કરે છે. જેના કારણે વર્ષ ૨૦૨૩ ના શરૂઆતના ચાર મહિના દરમિયાન થાઈલેન્ડમાં પ્રવાસીઓની મુલાકાત નો રેકોર્ડ તૂટી ગયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે થાઈલેન્ડ જનાર પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધીમાં ૭૫ લાખ પ્રવાસીઓએ થાઈલેન્ડની મુલાકાત લીધી હતી. આ અંગેની જાણકારી થાઈલેન્ડના ટુરિઝમ મિનિસ્ટર એ આપી હતી.

તેમણે આગળ જણાવ્યું હતું કે આ વર્ષ દરમિયાન થાઈલેન્ડની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યા અઢીથી ત્રણ કરોડ સુધી થઈ શકે છે. મહત્વનું છે કે થાઈલેન્ડમાં પ્રવાસીઓ માટે ફરવા લાયક ઘણા સ્થળ છે.તમે અહીં ખાઓ લાકની મુલાકાત લઈ શકો છો. અહીંના દરિયાકિનારા વિશાળ અને સુંદર છે. અહીંના ધોધ, ખડકો અને ટાપુઓની સુંદરતા અદ્ભુત છે. પ્રવાસીઓ થાઈલેન્ડમાં કંચનાબ્યૂરીની મુલાકાત લઈ શકે છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. જો તમે થાઈલેન્ડના બીચની મજા લેવા માંગતા હોય તો આ જગ્યા એકદમ પરફેક્ટ છે. એ જ રીતે પ્રવાસીઓ સુખોથાઈ જઈ શકે છે. થાઈલેન્ડમાં પણ ઘણા મંદિરો પણ છે. અહીં પ્રવાસીઓ ચ્યાંગ રાય મંદિરની મુલાકાત લઈ શકે છે. આ મંદિર બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળોમાંથી એક છે.

તમે અહીં ખાઓ લાકની મુલાકાત લઈ શકો છો. અહીંના દરિયાકિનારા વિશાળ અને સુંદર છે. અહીંના ધોધ, ખડકો અને ટાપુઓની સુંદરતા અદ્ભુત છે. પ્રવાસીઓ થાઈલેન્ડમાં કંચનાબ્યૂરીની મુલાકાત લઈ શકે છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. જો તમે થાઈલેન્ડના બીચની મજા લેવા માંગતા હોય તો આ જગ્યા એકદમ પરફેક્ટ છે. એ જ રીતે પ્રવાસીઓ સુખોથાઈ જઈ શકે છે. થાઈલેન્ડમાં પણ ઘણા મંદિરો પણ છે. અહીં પ્રવાસીઓ ચ્યાંગ રાય મંદિરની મુલાકાત લઈ શકે છે. આ મંદિર બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળોમાંથી એક છે.