બિગ કાર્લ નામની આ ક્રેનની ઊંચાઈ ૬૫૬ ફુટ એટલે કે અનેક ગગનચુંબી મકાનોથી વધારે છે. SGC-૨૫૦ તરીકે ઓળખાતી સુપરક્રેન એક વખતમાં ૫૦૦૦ ટન વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે.તાજેતરમાં બ્રિટનના સમરસેટ, બ્રિજવોટર શહેર પાસેના હિકલી પોઇન્ટ સ્થિત ન્યુકિલયર પાવર સ્ટેશનના ક્ષેત્રમાં ૫૭૫ ટન વજનનું સ્ટીલનું સિલિન્ડર ઉપાડીને અપેક્ષિત જગ્યાએ ગોઠવ્યું હતું
આ ક્રેન બિગ કાર્લ નામે જાણીતી છે, કારણ કે એ બનાવનારી બેલ્જિયમની કંપનીના મૂળ સ્થાપકનું નામ કાર્લ સારેન્સ હતું.વર્લ્ડ સ્ટીલ ઓઆરજી પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ ક્રેન ૬૩ ટ્રેન,૧૨૬ ટ્રક,૨૦ વિમાન અને ૧૪૦૮ હાથીઓને ઉપાડી શકે છે.
લંડનના દ્યેર્કિન ટાવર કરતાં ઊંચી ક્રેન ૨૦૧૯માં બનાવ્યા પછી એ બ્રિટન મોકલવા માટે ૨૮૦ ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ માટે ક્રેનના જુદા-જુદા ભાગ કરીને બ્રિટન મોકલવામાં આવ્યા હતા અને ત્યાં એનું એસેમ્બલિંગ કરવામાં આવ્યું હતું. સમરસેટ બ્રિજવોટર પાસે પરમાણુ ઊર્જા મથક બાંધવા માટે એ ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે.