- ત્યારબાદ રેસ્ક્યુ કરાયેલા મગરને ગામના તળાવમાં છોડી મુકાયો હતો.
શહેરા,પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવા વલ્લવપુર ગામે આવેલ બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતા કાન્તિભાઈ હીરાભાઈ માછીના ઘર આંગણે આશરે 6 ફૂટ લંબાઈ ધરાવતો મગર આવી ચઢ્યો હતો. જેને લઈને ઘરમાં રહેતા લોકો તેમજ આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેથી તે જ ગામના હરિવધન ઉર્ફે મુકેશભાઈ માછી સહિત ગામના અન્ય સ્થાનિક લોકો દ્વારા રહેણાંક વિસ્તારમાં આવી ચઢેલા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મગરને પકડી પાડી તેને સહી સલામત રીતે નવા વલ્લવપુર ગામના તળાવમાં છોડી મુકવામાં આવ્યો હતો.