ગોધરાના વાવડી ખુર્દ ગામે સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ યોજયો

ગોધરા,પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામે સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ રુચિકાબેન માછી, કોન્સ્ટેબલ પાયલબેન કુંવર તેમજ એલ્ડર લાઈન-14567 ના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર ભુપેન્દ્રસિંહ મકવાણા હાજર હતા. કાર્યક્રમના ભાગરૂપે સાયબર ક્રાઈમ, મહિલા સુરક્ષા, ગુડ ટચ-બેડ ટચ અને વરિષ્ઠ નાગરિકો માટેની હેલ્પલાઈન “એલ્ડર લાઈન-14567” વિશે વિસ્તૃત ચર્ચા સાથે પેમ્ફલેટનું વિતરણ કરીને સમજ આપવામાં આવી હતી.