અંબાલાલા વ્યાસ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના શિક્ષકની વયનિવૃત્તિ થતાં કાર્યક્રમ

દાહોદ,અંબાલાલ વ્યાસ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે આજ રોજ શાળાનાં સિનિયર શિક્ષક ગીરીશભાઈ રામભાઈ પટેલનો વય નિવૃતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભીલ સેવા મંડળના આજીવન સભ્ય નરસિંહ ગુરૂજી, શાળાના ભૂતપૂર્વ નિવૃત શિક્ષક નિસરતા, કટારા તેમજ નિવૃત સેવકભાઈ અને ગીરીશભાઈના પરિવારમાં થી તેમના મોટા ભાઈ પ્રવિણભાઈ તેમજ તેમના ભાભી અને તેમના ધર્મપત્ની જાગૃતિબેન હાજર રહ્યા હતા. તેઓ એ 1992 થી લઈને 2023 સુધી 31 વર્ષ માં કરેલી પ્રવૃત્તિને યાદ કરી ભાવ વિભોર બન્યા હતા. અંતે શાળા પરિવાર ગીરીશભાઈ પટેલને સ્વસ્થ જીવન અને દિર્ધ આયુ માટે શુભકામનાઓ પાઠવી હતી.