દાહોદ,ધાનપુર તાલુકાના આંબાકાચ ગામનો યુવાન ધાનપુરના ગાંગરડી ફળિયા ગામની સાડા ચૌદ વર્ષીય સગીરાને પત્ની તરીકે રાખવા તેણીના ઘરેથી ભગાડીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.
ધાનપુર તાલુકાના આંબાકાચ ગામે જેનુલભાઈ રતનાભાઈ મોહનીયા ગત તા. 4-4-2023ના રોજ રાત્રીના નવેક વાગ્યાના સુમારે ધાનપુર તાલુકાના ગાંગરડી ફળીયા ગામના નિનામા ફળિયામાં આવ્યો હતો અને તેના માતા-પિતા અને ઘરના માણસો ઘરે હાજર હતા. તે દરમ્યાન તેણીના ઘરે આવી પ્રેમના પાઠ ભમાવી પત્ની તરીકે રાખવા પટાવી, ફોસલાવી લલચાવી અપહરણ કરી લઈ ગયો હતો.
આ સંબંધે ગાંગરડી ફળિયાના અપહૃત સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદને આધારે ધાનપુર પોલીસે આંબાકાચ ગામના અપહરણકર્તા જેનુભાઈ રતનાભાઈ મોહનીયા વિરૂધ્ધ સગીરાના અપહરણનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.