સંતરામપુરના નર્સિંગપુરમાં રસ્તાના સર્વે દરમિયાન સરકારી જમીનમાં દબાણનો પર્દાફાશ

સંતરામપુર,નર્સિંગપુરથી સંતરામપુર રસ્તો કાઢવાની વર્ષોથી માંગણી હતી. વહીવટી તંત્રના આદેશ મુજબ સંતરામપુરના અધિકારીઓ દ્વારા નર્સિંગપુર ગામે રસ્તાનુ સર્વે અને રસ્તો કરવા માટેની માપણી કરવા ગયા ત્યારે નિંર્સંગપુર પંચાયતમાં સર્વે નં-43(બ)ની સરકારી જમીનમાં બાંધકામ થવાનુ બહાર આવ્યુ હતુ. તાત્કાલિક તંત્રે 37 મકાન માલિકોને નોટિસ ફટકારી અને તા.25 સુધીમાં આધાર-પુરાવા લઈને મામતલાદાર કચેરીમાં હાજર રહેવાનો હુકમ કરાયો હતો. નર્સિંગપુર પંચાયતમાં વર્ષોથી સર્વે નં-43(બ)ગોૈચર ખરાબા જગ્યા અને વરસાદી પાણી નિકાલ માટે સરકારી ચોપડે કોતર અને સરકારી જમીન બોલતી હતી. સરકારી તંત્ર રસ્તો શોધવા આવી ત્યારે 15 વર્ષ બાદ ખબર પડી કે જમીન પર તો બાંધકામ થઈ ગયુ છે. આ તંત્રને ખબર પડતા જ તાત્કાલિક 43(બ)ના સર્વે નંબરમાં બાંધકામ કરેલા માલિકોને નોટિસ આપી હતી. જેમાં સંતરામપુર સર્વે નંબર 43(બ)વાળી સરકારી પડતર જમીન પર પાકુ મકાન બનાવીને ગેરકાયદે દબાણ કરેલુ છે. જમીન સરકારની માલિકીની છે. સમક્ષ અધિકારીની પુર્વ મંજુરી સિવાય પ્રવેશ કરવો અથવા બાંધકામ કરવો ગુનો બને છે. છતાં તમામે ગેરકાયદે પ્રવેશ કરીને બાંધકામ કરેલ છે. તો તમામે પોતાના ખર્ચે તમામ જમીન ખુલ્લી કરવા જણાવ્યુ હતુ. તમારી પાસે 43(બ)ની સર્વે નંબરનો દસ્તાવેજ હોય તો આધાર-પુરાવો હોય તો ઓફિસમાં આવીને તમારી રજુઆત સાંભળવામાં આવશે તેવી નોટિસ આપી હતી. જમીન માફિયાઓ અને જમીન દલાલો અને ભુતકાળના અધિકારીઓ સરકારી ચોપડે પર છેડા કરીને ખોટા દસ્તાવેજો બનાવીને નિર્દોષ મકાન માલિકોની જોડે છેતરપિંડી કરી હોવાનુ લાગી રહ્યુ છે. કેટલાક મકાન માલિકો બેંકમાંથી લોન લઈને મકાનો બાંધકામ ચાલુ કરેલુ જાણે આવી ધટના બનતા જ 37 મકાન માલિકોને નોટિસ આપેલી મકાન માલિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.