કંઈક મોટી નવા જુની ! એશિયાઈ દેશોમાં ભારે તંગદીલી : ૧૯ ફાઈટર રવાના …

રશિયા-ચીને દક્ષિણ કોરિયા તરફ ૧૯ ફાઈટર રવાના કર્યા

નવી દિલ્હી, તા. ૨૩ :ચીન લગભગ તેના તમામ પાડોશી દેશો સાથે સરહદને લઈને ખણખોદ કર્યા જ કરે છે. આ વખતે તો રશિયાએ પણ ચીનને સાથ આપતા દક્ષિણ કોરિયા તરફ ૧૯ ફાઈટર જેટ્સ રવાના કર્યા હતા. તો દક્ષિણ કોરિયાએ પણ બંને દેશોને જડબાતોડ જવાબ વાળ્યો હતો.

દ.કોરિયાએ પણ બંને દેશોને જડબાતોડ જવાબ વાળતા ઘાતક એફ-૧૬ વિમાનોનો આખો કાફલો રવાના કર્યો

રશિયા અને ચીનનાં રણનીતિક બોમ્બરો અને ફાઈટર જેટ્સ એક સાથે પૂર્વ ચીન સમુદ્ર અને જાપાન સમુદ્ર ઉપર ઉડ્યા હતા. દક્ષિણ કોરિયાએ દાવો કર્યો હતો કે, રશિયન અને ચાઇનીઝ લડાકુ વિમાનોએ તેમના હવાઇ ક્ષેત્રમાં ઘુસણખોરી કરી હતી. દક્ષિણ કોરિયાએ આ રશિયન-ચાઇનીઝ (Rasiya – Chaina) વિમાનને ભગાવવા માટે તત્કાલિક તેના એફ -16 (Fitter-jet)લડાકુ વિમાનો રાવના કર્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રશિયાના 15 અને ચીનના 4 લડાકુ વિમાનોએ દક્ષિણ કોરિયાની સરહદ નજીક ઉડાન ભરી હતી. પરિણામે કોરિયન દ્વીપકલ્પમાં તંગ વાતાવરણ સર્જાયું હતું.

દક્ષિણ કોરિયાની સૈન્ય દ્વારા નિવેદન સામે આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ચીન અને રશિયાના લડાકુ વિમાનોએ દેશના હવાઈ સંરક્ષણ તપાસ વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી. જ્યારે બીજી તરફ એવું માનવામાં આવે છે કે, રશિયન અને ચીની વાયુસેનાએ સાથે મળીને યુ્દ્ધાભ્યાસ કર્યો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે, તે એક પૂર્વ-નિર્ધારીક અભ્યાસ હતો. જે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ચીનની વાયુસેનાના સહયોગથી બીજી સંયુક્ત હવાઈ સર્વેલન્સ ટુકડી દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કવાયતમાં રશિયા અને ચીનના અત્યંત ઘાતક જીવલેણ બોમ્બરોએ ભાગ લીધો હતો. રશિયા અને ચીનના ૧૯ વિમાનોમાં ટીયુ-૯૫એમએસ, એચ-૬કે બોમ્બર, સુખોઈ-૩૫ ફાઈટર જેટ સામેલ હતા. તેના જવાબમાં દ.કોરિયાએ અમેરિકા દ્વારા બનાવવામાં આવેલા પોતાના એફ-૧૬ જેટ્સ રવાના કર્યા હતા. આ કાફલામાં રશિયાના અવાક્સ વિમાન પણ અભ્યાસમાં શામેલ હતા. જે દક્ષિણ કોરિયાના વિમાનો પર નજર રાખી રહ્યા હતા. દ. કોરિયાએ જણાવ્યું હતું કે, તેમના વિમાનોએ રશિયન અને ચાઈનીઝ વિમાનોને ભગાવવા માટે ચેતવણી અને આગના ગોળા પણ ફેંક્યા હતા. દક્ષિણ કોરિયાએ કહ્યું હતું કે, તેને આશા હતી કે, ચીનની વાયુસેના અભ્યાસ કરી રહી હતી કારણ કે યોજનાબદ્ધ સામાન્ય ટ્રેનિંગની સૂચના અમને આપી રાખી હતી. પરંતુ હવાઈ સરહદ ઉલ્લંઘનને લઈને દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રાલયે ચીન અને રશિયાનો સંપર્ક કરીને તેમને આ પ્રકારની ઘટના ફરીથી ના દોહરાવવા ચેતવણી આપી છે. તો બીજી બાજુ રશિયાએ કહ્યું હતું કે, તેમના વિમાનોએ આંતરરાષ્ટ્રિય કાયદાનું પાલન કરીને જ ઉડાન ભરી હતી. કોઈ પણ દેશની હવાઈ સુરક્ષાનું ઉલ્લંઘન નથી કરવામાં આવ્યું.