અતીક-અસરફ હત્યાકાંડમાં સ્વતંત્ર તપાસની માંગ, ૨૪ એપ્રિલના રોજ સુનાવણી થશે

નવીદિલ્હી,મેડિકલ ટેસ્ટ કરાવતા સમયે પ્રયાગરાજના મેડિકલ કોલેજમાં પોલીસકર્મીઓનો કાફલો અતીક અને અશરફને લઇ જઇ રહ્યા હતા. આ દરમિયાન અતીક અને અશરફની પત્રકારો બનીને આવેલા ત્રણ લોકોએ ગોળી મારી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેચે એડવોકેટ વિશાલ તિવારીની રજૂઆતોની નોંધ લીધી હતી, જેમણે આ મામલાની તાકીદની સુનાવણી માટે ઉલ્લેખ કર્યો હતો. અરજીમાં ઉત્તર પ્રદેશમાં ૨૦૧૭થી અત્યાર સુધીમાં ૧૮૩ એક્ધાઉન્ટરોની તપાસની પણ માંગ કરવામાં આવી છે.’

બંને ભાઈઓની હત્યા પહેલા અતીકના પુત્ર અસદની લાશને દફનાવી દેવામાં આવી હતી. ૧૩ એપ્રિલના રોજ ઝાંસીમાં પોલીસ એક્ધાઉન્ટરમાં અસદ અને તેનો એક સહયોગી માર્યો ગયો હતો. ઉત્તર પ્રદેશ પોલીસે જણાવ્યું હતું કે, તેમણે અસદ અને તેના સાથી સહિત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી સરકારના છ વર્ષમાં એન્કાઉન્ટરમાં ૧૮૩ કથિત ગુનેગારોને માર્યા છે. અરજીમાં અતીક અને અશરફની હત્યાની તપાસ માટે એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે.

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વિશેષ પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા), ઉત્તર પ્રદેશના નિવેદન અનુસાર, ૨૦૧૭ થી અત્યાર સુધીમાં ૧૮૩ એન્કાઉન્ટર અને પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાની તપાસ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરીને કાયદાના શાસનને સુરક્ષિત રાખવા માટે નિર્દેશો જાહેર કરવામાં આવે.

અતીક-અસરફની હત્યાનો ઉલ્લેખ કરતા અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસનું આવું કૃત્ય લોકશાહી અને કાયદાના શાસન માટે ગંભીર ખતરો છે અને પોલીસરાજ તરફ દોરી જાય છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, લોકશાહી સમાજમાં, પોલીસને અંતિમ નિર્ણય સત્તા અથવા સજા આપનારી સત્તા બનવાની મંજૂરી આપી શકાતી નથી. એકલા ન્યાયતંત્રને સજા કરવાની સત્તા છે.

તેમણે જણાવ્યું હતું કે, કાયદામાં બહારની હત્યાઓ અથવા નકલી પોલીસ એન્કાઉન્ટર ને કોઈ સ્થાન નથી. આ અરજીમાં જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસ અવિચારી બની જાય છે, ત્યારે સમગ્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડે છે. આ સાથે લોકોમાં પોલીસ સામે ભય પેદા થાય છે, જે લોકશાહી માટે ખૂબ જ ખતરનાક છે અને વધુ ગુનાઓ તરફ દોરી જાય છે.