કડી,મહેસાણાના કડી-નંદાસણ રોડ પર દવાની એક્સપાયરી ડેટવાળી ૧૦૦થી વધુ બોટલો મળી આવી છે. સરસાવથી ખેરપુર ગામ વચ્ચે રોડ નજીક જ કચરાના ઢગલામાં બોટલો ફેંકી દેવામાં આવી હતી. કોઈ મેડિકલ સ્ટોરનો સંચાલક એક્સપાયરી ડેટવાળી દવાની બોટલો ફેંકીને ફરાર થઈ ગયાનો અંદાજ છે. ૧૦૦થી વધુ સીરપની બોટલો ફેંકી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. આ બોટલો કોણ ફેંકી ગયુ તે અંગે પોલીસ તપાસ કરીને આરોપીઓ સામે કડક પગલા ભરે તેવી સ્થાનિકોએ માગણી કરી રહ્યાં છે.
બીજી તરફ સુરત શહેરમાં નશીલા પદાર્થ વેચાણ સામે લાલ આંખ કરી હતી. ત્યાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે અભિયાન ચાલુ કરવામાં આવ્યુ હતુ. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહી હતુ. કોઈક જગ્યાએ ડ્રગ્સ કે પછી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે નશાકારક સીરપ અને દવાઓ વેચતા મેડિકલ સ્ટોર પર પણ તવાઇ બોલાવવામાં આવી હતી.