ઇલિયાના ડીક્રુઝે ફેન્સ સાથે શેર કર્યા ગુડ ન્યૂઝ:લગ્ન કર્યા વિના પ્રેગ્નન્સીની કરી જાહેરાત

મુંબઇ,બરફી અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે મંગળવારે સવારે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ ચાહકોને ખુશખબર આપી અને કહ્યું કે તે જલ્દી જ તેના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે. થોડા કલાકો પહેલા ઇલિયાનાએ ઇન્સ્ટાગ્રામ પર બે સુંદર બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરી હતી. પહેલા ફોટોમાં એક નાના બાળકનો આઉટફિટ રાખવામાં આવ્યો છે, જેના પર લખેલું છે- ’હવે સાહસ શરૂ થઈ ગયું છે’.

બીજા ફોટામાં એક પેન્ડન્ટ છે જેના પર મામા લખેલું છે. બંને તસવીરો શેર કરતાં ઇલિયાનાએ લખ્યું- ’ટૂંક સમયમાં આવી રહ્યું છે, નાના પ્રિયતમને મળવા માટે રાહ નથી જોઈ શક્તી.’ઇલિયાનાના આ ફોટા પર તેની માતા સમીરા ડીક્રુઝે તેના પૌત્રના આગમનની ખુશી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું- ’મારા નવા ગ્રાન્ડ બેબી, આ દુનિયામાં જલ્દી તમારું સ્વાગત છે, તમને મળવાની રાહ નથી જોઈ શક્તી.’

સેલેબ્સ સહિત ઘણા ચાહકોએ ઇલિયાનાને તેના જીવનની નવી શરૂઆત માટે અભિનંદન પાઠવ્યા છે. અભિનેત્રી નિશા અગ્રવાલે લખ્યું ,’તમને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સુંદર.’ ફરહાન અખ્તરની પત્નીએ લખ્યું, ’અભિનંદન,’ મને આ સમાચાર ખૂબ ગમ્યા. મૈં તેરા હીરો ફિલ્મમાં ઇલિયાનાની સહ-અભિનેત્રી નરગીસે પણ તેને આ નવી શરૂઆત માટે અભિનંદન પાઠવ્યા હતા.ઇલિયાનાની પોસ્ટ સામે આવતા જ જ્યાં એક તરફ તેને ખૂબ અભિનંદન મળી રહ્યા છે, તો બીજી તરફ એવા ઘણા લોકો છે જેઓ કોમેન્ટ સેક્શનમાં બાળકના પિતાનું નામ પૂછી રહ્યા છે અથવા ઇલિયાનાના લગ્ન વિશે સવાલ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઇલિયાનાના ચાહકોએ તેને જડબાતોડ જવાબ આપ્યો છે.

એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, ’લોકો પૂછે છે કે તેણે ક્યારે લગ્ન કર્યા અને પિતા કોણ છે? લગ્ન કર્યા વિના પણ તમે સંતાન કરી શકો છો. તેમની ચિંતા એ હોવી જોઈએ કે બાળકનો પિતા કોણ છે, તેની સાથે કોઈ લેવાદેવા ન હોવી જોઈએ.’ અન્ય યુઝરે લખ્યું. ’આ સમાજ માનસિક રીતે બીમાર છે. તે તેની પસંદગી અને તેનું જીવન છે. શા માટે આપણે કોઈનો ન્યાય કરીએ છીએ?’ રિપોર્ટ્સ અનુસાર ઇલિયાના ડીક્રુઝ ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એર્ન્ડ્યુ નીબોન સાથે રિલેશનશિપમાં હતી. એવા પણ અહેવાલ હતા કે બંનેએ લગ્ન કરી લીધા હતા, પરંતુ ૨૦૧૯માં બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા.

વર્ષ ૨૦૨૨માં ઇલિયાનાનું નામ કેટરિના કૈફના કઝિન અને મોડલ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલ સાથે જોડાયું હતું. કપલ ડેટિંગની અફવાઓ ત્યારે સામે આવી જ્યારે ઇલિયાના કેટરિના અને વિકી સાથે તેમના માલદીવ વેકેશન પર હતી. જોકે, અત્યાર સુધી ઇલિયાનાએ આ સંબંધ વિશે ખુલીને કશું કહ્યું નથી.