
ટેક્સાસ,અમેરિકાના ટેક્સાસમાં ૬ મહિલા શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પર આરોપ છે કે, તેમણે પોતાના વિદ્યાર્થીઓને સેક્સ સંબંધ બનાવવા મજબૂર કર્યા હતાં. આ ૬ ટીચરમાંથી એક પર આરોપ છે કે, તેણીએ ૧૬ વર્ષના બે સગીરો પર ત્રણ વખત બળાત્કારનો પ્રયાસ કર્યો હતો.
૩૮ વર્ષીય મહિલા શિક્ષક એલેન શેલ પર સગીર વિદ્યાર્થી સાથે થર્ડ ડિગ્રી રેપનો આરોપ લાગ્યો છે. આ ટીચરને ગેરાલ્ડ કાઉન્ટી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેમણે શેલના માતાપિતાને પત્ર લખીને આ મામલે ધરપકડની ચેતવણી આપી હતી. આ પહેલા શેલને શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી.
આ સાથે જ ૩૨ વર્ષીય શિક્ષિકા હિથર હરે અને ૨૬ વર્ષીય શિક્ષિકા એમિલિ હેનકોક પર વિદ્યાર્થી પર બળાત્કાર ગુજારવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
એક રિપોર્ટ મુજબ, તેમની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષક-વિદ્યાર્થીના સંબંધોને લાંછન લગાડતા કિસ્સા સામે આવી રહ્યાં છે.