ફિજી,ફિજીમાં આજે ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ વાતની જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપી છે. ફિજી દક્ષિણ પ્રશાંતનો એક દેશ છે. તે ૩૦૦થી વધુ ટાપુઓનો દ્વીપસમૂહ છે. એનસીએસએ જણાવ્યું કે, ભૂકંપ સવારે લગભગ ૧૦:૦૦ વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનની નીચે ૫૬૯ કિલોમીટર ઉંડુ હતું. હાલમાં કોઈ જાનહાનિની માહિતી નથી મળી.
એક અઠવાડિયામાં આ બીજો ભૂકંપ છે. અગાઉ, ગુરુવારે ફિજીમાં રિક્ટર સ્કેલ પર ૪.૩ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ માહિતી આપી હતી.
આ અગાઉ ૬ ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં તીવ્ર ભૂકંપના કારણે તબાહી સર્જાઈ હતી. જેમાં ૫૦ હજારથી વધુ લોકોના મોત થયા હતા. કાટમાળમાં દટાયેલા લોકોના બચવાની શક્યતાઓ પણ ઘટી રહી હતી. ઘાયલોની સારવાર માટે રાહત સામગ્રી પણ પૂરી થઈ ગઈ હતી. કબ્રસ્તાનમાં મૃતદેહોને દફનાવવાની જગ્યા પણ ખતમ થઈ ગઈ હતી.