કાલોલ,કાલોલ તાલુકાના બાકરોલ વસાહત-2 ગામે આરોપી તેની પત્ની તથા તેના પ્રેમીના આડા સંબંધો માટે ઝગડો થયેલ હોય જેને લઈ ઉશ્કેરાયેલ આરોપીએ લોખંંડના ડાધ પત્નીના પ્રેમીને માથાના ભાગે મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.
કાલોલ પોલીસ મથકે તાલુકાના બાકરોલ વસાહત-2 ગામે રહેતા સજજનસિંહ નરપતસિંહ દરબારના મકાનની બાજુમાં ખુલ્લી જગ્યા આવેલ હોય આ જગ્યાએ આરોપી વિક્રમભાઈ મેધજીભાઈ રાઠવા તેની પત્ની સુરેખાના લક્ષ્મણ નારસિંગ રાઠવા સાથે આડા સંબંધો હોય જેના કારણે ઝગડો તકરાર થયેલ હોય આરોપી વિક્રમભાઈ મેધજીભાઈ રાઠવા ઉશ્કેરાઈ જઈ હાથમાં રાખેલ લોખંડના ડાધ લઈ લક્ષ્મણભાઈને માથાના ભાગે બોચીમાં મારી ગંંભીર ઈજાઓ પહોેંચાડતા લક્ષ્મણભાઈનુંં મોત નિપજાવા પામ્યુંં હતું. આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.