આગામી 20 એપ્રિલના રોજ એન્જિનિયરિંગ કોલેજ ટુવા તા.ગોધરા ખાતે મેગા જોબફેરનું આયોજન કરાશે

ગોધરા,વિદ્યાર્થીઓને પોતાની શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા મુજબની નોકરીની ઉજ્જવળ તક મળી રહે તેવા હેતુથી પંચમહાલ જિલ્લા શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત એન્જિનિયરિંગ કોલેજ ટુવા તા.ગોધરા જી.પંચમહાલ ખાતે તારીખ 20 એપ્રિલ 2023ના રોજ મેગા જોબફેરનું આયોજન કરવામાં આવશે. ઉપરોક્ત કોલેજ તેમજ બી.ફાર્મસી કોલેજ રામપુરા(કાકણપુર) તેમજ રોજગાર વિનિમય કચેરી ગોધરાના સંયુક્ત ઉપક્રમે આ મેગા જોબફેરનું આયોજન કરાશે. આ અંતર્ગત વિવિધ વિભાગના વિદ્યાર્થીઓનું નામાંકિત કંપનીઓમાં પ્લેસમેન્ટ અગાઉના વર્ષોમાં પણ થયેલ છે.

એન્જિનિયરિંગ કોલેજ ટુવા ખાતે 20 એપ્રિલ 2023 ગુરૂવારના સવારના 8.00 કલાકે મેગા જોબફેરનું આયોજન કોલેજના કેમ્પસ ખાતે રાખેલ છે.આ મેગા જોબફેરમાં ડિગ્રી/ડિપ્લોમા એન્જિનિયરિંગ તથા ડીગ્રી ફાર્મસી પૂર્ણ કરેલ તેમજ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને આઇટીઆઇ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ તેમજ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ પોતાનું કેરિયર ઉજ્જવળ બનાવી શકશે. મેગા જોબફેરમાં વિવિધ વિભાગ સાથે સંકળાયેલી અંદાજિત 35 કંપનીઓ એન્જિનિયરિંગ કોલેજ ટુવા ખાતે ઉપસ્થિત રહેશે. વિવિધ કોલેજના વિદ્યાર્થીઓને આ મેગા જોબફેરમાં ભાગ લેવા સહર્ષ નિમંત્રણ પાઠવામાં આવે છે તથા વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9638038121, 9737347008 (ડીગ્રી,ડિપ્લોમા તેમજ આઈટીઆઈ માટે) તથા 7206063643 (ડીગ્રી ફાર્મસી માટે) તેમજ જીલ્લા રોજગાર કચેરીના હેલ્પલાઇન નં. 6357390390 પર સંપર્ક કરવા રોજગાર અધિકારી ગોધરાએ જણાવ્યું છે.