18 જેટલા ગંભીર ગુનાનો ફરાર આરોપી સુભાષ ભુરીયા પોલીસના હાથે ઝડપાયો

દાહોદ,દાહોદ જિલ્લાની ધાનપુર પોલીસે મર્ડર, ધાડ, લુંટ વિગેરે જેટલાં 18 ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપીને ધાનપુર પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

ગરબાડા, ધાનપુર પોલીસ મથકના મર્ડર, ઘાડ, લૂંટના 18 જેટલા ગંભીર ગુનામાં ફરાર આરોપી સુભાષ ભૂરિયાને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા-ફરતા આ આરોપી સુભાષ ભુરીયાને પોલીસે ધાનપુર તાલુકાના વાસીયા ડુંગરી ગામેં આવેલા તેના ઘરેથી દબોચી લીધો હતો. ધાનપુર પોલીસ મથકમાં અલગ અલગ ગુન્હામાં સંડોવયેલ આ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. સુભાષને ઝડપી પાડવા પોલીસ કર્મચારીઓએ સધન પેટ્રોલિંગ સાથે વ્યૂહાત્મક કામગીરી હાથ ધરી હતી. જેના ભાગરૂપે સુભાષ પોતાના ઘરે હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. જેમાં સુભાષને ઝડપાઈ જતા તેને જેલના સળિયા પાછળ ધકેલી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.