સંતરામપુર,સંતરામપુર તાલુકાના જાનવડ ગામે રમેશભાઈ ડામોરની પત્નિ છેલ્લા એક વર્ષથી પિયરમાં બેસી રહી હતી. ત્યારે સરપંચ અને ડે.સરપંચચ વાતચીત કર્યા પછી પોતાની પત્નિને તેડવા ગયા હતા. તે દરમિયાનમાં ધરના પરિવારો ડામોર રમેશભાઈ સાથે ગાળાગાળી કરવા લાગ્યા અને કહેવા લાગ્યા તમે અમારી બહેનને કેમ તેડવા આવ્યા છો તેમ કહીને ધરના પરિવારોએ રમેશભાઈ પર હુમલો કર્યો હતો અને ઈજાઓ પહોંચાડી હતી. અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ અંગે સંતરામપુર પોલીસ મથકે જયંતિભાઈ હઠીલા, કાંતિભાઈ હઠીલા, દેવાભાઈ સોમાભાઈ હઠીલા અને શંકરભાઈ હઠીલા વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.