ઘોઘંબા તાલુકાના ગોયાસુંડલ,કાંટા વેડા જેવા ગામોમાં તેમજ સમગ્ર ઘોઘંબાના જંગલ વિસ્તારમાં હાહાકાર મચાવનાર દીપડો આખરે પાંજરો પુરાયે હતો. છેલ્લા તેર દિવસ થી સ્થાનિક વન વિભાગ ને પરેડ કરાવનાર અને ગ્રામ્યજનોમાં ભયનો માહોલ ઉભો કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો હતો. છેલ્લા તેર દિવસના સમયગાળામાં બે બાળકો અને ત્રણ વ્યક્તિ પર જીવ લેણ હુમલો કરનાર તેમજ બકરીનું મારણ કરનાર ખુંખાર દીપડાને સ્થાનિક વન વિભાગ દ્વારા ગોયા સુંડલ ગામના જંગલ વિસ્તારમાં મુકવામાં આવેલા પાંજરા માં દીપડો સાંજના સમયે પુરાતા વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મીઓમાં જીવમાં જીવ આવ્યો હતો. ત્યારે આ ઝડપાયેલા દીપડાને ધોબી કુવા સેન્ટર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી.
ખુંખાર દીપડાને ઝબ્બે કરવા સ્થાનિક વનવિભાગ દ્વારા સુરત વન વિભાગ અને એકસપર્ટ ની મદદ લેવામાં આવી હતી તેમજ આજ રોજ વડોદરા રેન્જના સી.સી.એફ અનુરાધા સાહું એ તાબડતોબ મુલાકાત લીધી હતી અને દીપડા ને વહેલી તકે ઝડપી પાડવામાં આવશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. ત્યારે તેઓના મુલાકાત ના થોડાક કલાકોમાં જ દીપડા ને ઝડપી પાડવામાં વન વિભાગ ને સફળતા હાથ લાગી હતી. ત્યારે દીપડો ઝડપાતા સ્થાનિક ગ્રામજનોમાં હાશકારો અનુભવ્યો હતો.
બે સપ્તાહ થી દિપડાના આતંકવાળા ધોધંબા પંથક માંથી આખરે દિપડો પાંજરે પુરાયો….
ધોધંબા પંથકમાં છેલ્લા બે સપ્તાહ થી આદમખોર માનવભક્ષી દિપડાનો આતંક થી લોકો ભયભીત હતા. દિપડાને પકડવા માટે વન વિભાગની ટીમો રાત-દિવસ એક કરી રહી હતી. દિપડો બે વખત પાંજરા માંથી બકરીનંું મારણ કરી નાશી છુટીયો હતો. જેને લઈ ગ્રામજનોમાં ભય વધ્યો હતો. ત્યારે સુરત વન વિભાગના એકસપર્ટ ટીમ અને સ્થાનિક વન વિભાગની મહેનત રંગ લાવી છે. આજરોજ ગોયાસુંડલ ગામે થી મોડી સાંજ આદમખોર દિપડો આખરે પાંજરે પુરાતા ધોધંબા પંથકના લોકોમાં હાશકારો લીધો છે.