- ગ્રામજનો દ્વારા કં૫ની બંધ કરવા અથવા ગામનું સ્થાળાંતર કરવાની માંગ.
- કંપની માલિકે ગ્રામજનો સાથે બેઠક કરી નિર્ણય માટે ત્રણ દિવસની માંગ કરી.
- ગ્રામજનો દ્વારા કંપની બંધ કરવા જીલ્લા કલેકટરને આવેદન આપ્યું.
ગોધરા,
ગોધરા- વડોદરા હાઈવે રોડ ઉપર નાંદરખા ગામે આવેલ કુશા કેમિકલમાં ગઈ કાલે કેમિકલ ટેન્કમાં ધડાકાભેર આગ લાગવાની ધટના બનવા સામે આવી હતી. કેમિકલ કંપનીમાં આગની ધગના બાદ ગ્રામજનોમાં ડરનો માહોલ સર્જાવા પામ્યો છે. કેમિકલ કંપનીની સામે ગ્રામજનો એકઠા થયા હતા અને કંપની બંધ કરવામાં આવે અથવા ગામનું સ્થાળાંતર કરવામાં આવે તેવી માંગ કરી હતી. કેમિકલ કંપનીના માલિક દ્વારા પાંચ ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. કંપની માલિકે વિચારવા માટે બે થી ત્રણ દિવસનો સમય માંગવામાં આવ્યો.
ગોધરા-વડોદરા હાઈવે રોડ ઉપર આવેલ નાંદરખા ગામે આવેલ કુશા કેમિકલ કંપનીમાં ગઈકાલના રોજ કેમિકલ ભરેલ ટેન્કમાં કોઈ કારણોસર ભડાકાભેર આગ લાગવાની ધટના બની હતી. કંપનીમાં લાગેલ આગને ઠારવા માટે ૯ જેટલા ફાયર ફાઈટરો કામે લગાડવામાં આવ્યા હતા. ૯ ફાયર ફાઈટરો એ ૬ કલાક થી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કેમિકલ કંપની લાગેલ આગની ગંભીરતાને જોતાં ૨૦૦૦ થી ૩૦૦૦ હજાર લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું હતું. કેમિકલ કંપનીમાં લાગેલ આગને લઈ આકાશમાં ધુમાડેના ગોટેગોટા જોવા મળ્યા હતા. તેમજ વાદળો કાળા ડીંબાગ થઈ ગયા હતા. કેમિકલ કંપનીમાં લાગેલ આગને લઈ ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. કંપની નજીક આગેલ ગામના લોકો એક દિવસ ધર છોડી અન્ય સ્થળે ચાલ્યા ગયા હતા. બાદમાં આજરોજ કુશા કેમિકલ કંપની બહાર એકઠા થયા હતા. ગ્રામજનો દ્વાર કેમિકલ કંપનીને બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જો કંપની બંધ કરવા નથી માંગતાનો ગામનું સ્થાળાંતર કરવામાં આવે તેવી માંગ સાથે કંપની બહાર ગ્રામજનો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કંપની નજીક આવેલ ગ્રામજનોના રોષને જોઈને કુશા કેમિકલ કંપનીના માલિક દ્વારા ગામના પાંચ અગ્રણીઓ સાથે કંપનીમાં બેઠક યોજી હતી અને કંપની માલિક સાથે યોજાયેલ બેઠકનું ફેસબુક લાઈવ કરવામાં આવ્યું હતું. જે કંપની બહાર એકઠા થયેલા ગ્રામજનો એ નિહાળ્યું હતું. કેમિકલ કંપનીના માલિક દ્વારા ગ્રામજનો પાસે કોઈ નિર્ણય લેવા માટે બે થી ત્રણ દિવસનો સમય માંગ્યો છે. કુશા કેમિકલ કંપનીમાં આગ લાગવાની ધટના તેમજ કંપની માંથી ફેલાતા કેમિકલ ઝેરી અસરોને લઈ ગ્રામજનો દ્વારા જીલ્લા કલેકટરને કંપની બંંધ કરવામાં આવે અથવા ગામનું સ્થાળાંતર કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું.
કંપની નજીક આવેલ ગ્રામાજનો દ્વારા કંપની બંધ કરવા અગાઉ ગાંધીનગર સુધી રજુઆત કરી છે…..
કુશા કેમિકલ કંપનીમાં ગઈકાલના રોજ ધડાકાભેર આગ લાગવાની ધટના બની છે. તે અગાઉ એક વર્ષ પહેલા કેમિકલ કંપનીમાં ઉત્પન્ન થયેલ ઝેરી કેમિકલ હવામાં ભળવાને લઈ કંપની નજીક આવેલ ગામની શાળાના બાળકોને અસર થઈ હતી. કંપની માંથી ઉત્પન્ન થયેલ ઝેરી કેમિકલની અસરથી બેભાન થયેલ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ધટના બાદ ગ્રામજનો દ્વારા કુશા કેમિકલ કંપની બંધ કરવા માટે ગાંધીનગર સુધી રજુઆત કરી હતી. તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યાં બીજી આગ લાગવાની ધટના બની.