ઘોઘંબા તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા તેર દિવસ થી કહેર મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો

ઘોઘંબા તાલુકાના ગોયાસુંડલ,કાંટા વેડા જેવા ગામોમાં તેમજ સમગ્ર  ઘોઘંબા ના જંગલ વિસ્તારમાં હાહાકાર મચાવનાર દીપડો આખરે પાંજરો પુરાયે હતો.છેલ્લા તેર દિવસ થી સ્થાનિક વન વિભાગ ને પરેડ કરાવનાર અને ગ્રામ્યજનો માં ભય નો માહોલ ઉભો કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો હતો.

છેલ્લા તેર દિવસ ના સમયગાળા માં બે બાળકો અને ત્રણ વ્યક્તિ પર જીવ લેણ હુમલો કરનાર તેમજ બકરા બકરી નું મારણ કરનાર ખુંખાર દીપડા ને સ્થાનિક વન વિભાગ દ્વારા ગોયા સુંડલ ગામના જંગલ વિસ્તારમાં મુકવામાં આવેલા પાંજરા માં દીપડો સાંજના સમયે પુરાતા વન વિભાગ ના અધિકારીઓ તેમજ કર્મીઓમાં જીવ માં જીવ આવ્યો હતો. તયારે આ ઝડપાયેલા દીપડા ને ધોબી કુવા સેન્ટર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી