અમદાવાદ,અમદાવાદ ધરણીધર દેરાસરમાં પણ ચાર દિવસ પહેલા આવો બનાવ બન્યો હતો. દેરાસરમાં થયેલી ચોરીના સીસીટીવી આવ્યા સામે છે. મંદિરમાં લાગેલા CCTV થી આ ચોર ઇસમોને કોઈ બીક નહિ હતી તેમ લાગી રહ્યું છે. રાત્રિ દરમયના ચોરીના બનાવો બંધ થવાનુ નામ નથી લેતા ત્યારે હવે ચોરે મંદિરમાં પણ હાથ સાફ કરવાનું બાકી નથી રાખ્યું અમદાવાદ ધરણીધર દેરાસરના પ્રાંગણમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. રાત્રિ દરમ્યાન આ ચોરીનો બનાવ બન્યો હતો. ચાર દિવસ પહેલા આ ચોરીનો બનાવ બન્યો હતો. પરંતુ તેના સીસીટીવી સામે આવતા, ચોરીની ઘટનાને લઈ પોલીસે ગુનો નોંયો હતો.
મંદિર પરિસરમાં રેકી કરીને ચોરીની ઘટનાને ચોર અંજામ આપતા હોય તેવુ સીસીટીવીના આધારે જણાય છે. ત્યારે અમદાવાદ ધરણીધર દેરાસરમાં પણ ચાર દિવસ પહેલા આવો બનાવ બન્યો હતો. દેરાસરમાં થયેલી ચોરીના સીસીટીવી આવ્યા સામે છે. ઘટનાના ૪ દિન બાદ ચોરીના CCTV સામે આવ્યા હતા. આ સીસીટીવીમાં બે લોકો ચોરી કરતા નજરે ચડી રહ્યા છે. રાત્રે ૧ વાગ્યાની ઘટના છે. જેમાં બે જેટલા ચોર દેરાસર પરિસર પાસે આવી આસપાસ નજર કરે છે. અને મોકો મળતાની સાથે જ ચોર દેરાસરમાં પ્રવેશ કરે છે. તસ્કરો પિત્તળના નળ, જર્મન સિલવરની થાળી સહિતની મતા ચોરીને ફરાર થયા હતા.
ચોરી કરવાની રીત તો એવી હતી કે, એક ચોર મંદિરમાં પ્રવેશે છે. અને અન્ય એક ચોર ઈસમ બહાર ઊભો રહી રેકી કરી રહ્યો હોય છે. જોકે મંદિરમાં લાગેલા સીસીટીવીથી આ ચોરને કોઈ બીક નહોતી તેમ લાગી રહ્યું હતું. દેરાસરમાં પ્રવેશેલો એક ચોર ઈસમ ચોરી કરી બહાર ઉભેલા ચોરને સામાન આપે છે. જે બાદ ફરી ચોરી કરવા ચોર અંદર પ્રવેશે છે. આમ રૂપિયા ૧૦ હજારની મતાના અલગ અલગ વાસણો ચોરી તસ્કરો ફરાર થયા હતા. અમદાવાદના વાસણા પોલીસે ગુનો નોંધી આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે આરોપીની ઓળખ કરવામાં ચોક્કસ સરળતા રહેશે.