રાજકોટ,ઓનલાઇન ઘરઘાટી રાખતા પહેલા ચેતી જજો. રાજકોટ પોશ ગણાતા નિર્મલા કોન્વેન્ટ રોડ પરના સિલ્હર આર્ક એપાર્ટમેન્ટમાં એક એવી ઘટના સામે આવી છે, જે બાદ લોકોએ ઓનલાઇન ઘરઘાટી રાખતાં પહેલાં સાવચેતી રાખવાની જરૂર છે. એક દિવસ પહેલા ઘરકામ કરવા રાખેલી મહિલા ૯.૭૦ લાખની મતાની ચોરી કરી રફૂચક્કર થઇ ગઇ છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘરઘાટી દ્વારા ચોરી કરવામાં આવી હોવાની ઘટના અવાર નવાર સામે આવતી હોય છે, ત્યારે રાજકોટમાં આવી જ એક ઘટના બની છે. રાજકોટ પોશ ગણાતા નિર્મલા કોન્વેન્ટ રોડ પરના સિલ્હર આર્ક એપાર્ટમેન્ટમાં આવી ઘટના બની હતી. જ્યાં એક દિવસ પહેલા ઘરકામ કરવા રાખેલી મહિલા ૯.૭૦ લાખની મતાની ચોરી કરી રફૂચક્કર થઇ ગઇ હતી. ૨૫ હજારનું કમિશન આપી ૧૦ હજારમાં ઘરકામ કરવા માટે કામવાળી રાખી હતી. ઓનલાઈન એજન્ટ દ્વારા દિલ્હીથી કામવાળી ઘરકામ કરવા રાખી હતી. ફુલવતી ઉર્ફે સોની નામની કામવાળી દિલ્હીથી કામ કરવા આવી હતી. ઘરે કોઈ ના હોવાનો લાભ ઉઠાવી તિજોરીમાંથી ૮.૪૦ લાખના દાગીના, ૩૦ હજારના મોબાઈલ, ૧ લાખ રોકડ લઇને આ મહિલા રફૂચક્કર થઇ ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે, ઘરઘાટી દ્વારા હાથફેરો કરવામાં આવ્યો હોવાની ઘટનાઓ અનેક વખત બનતી હોય છે. પરંતુ આ વખતે રાજકોટમાં ઓનલાઇન ઘરઘાટીએ લાખો રૂપિયાની મતાની ચોરી કરી હોવાની ઘટના બની છે. આવામાં ઘરઘાટી રાખતાં પહેલા ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. કેમ કે, અનેક વખત ઘરઘાટી દ્વારા ઘરમાં રહેલા દાગીના અને રોકડ સહિતની મતા ચોરીને ફરાર થઇ જવાની ઘટનાઓ બનતી હોય છે.