શિહોરી,બનાસકાંઠાના શિહોરી પોલીસ મથકના ૩ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જીઁના ઈંસ્પેક્શન દરમિયાન ફરજમાં બેદરકારી સામે આવતા ૩ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમયસર નોકરી પર નહીં આવતા અને ઈન્સ્પેકશન સમયે ગેરહાજર હોવાથી પોલીસ કર્મચારી સામે જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી છે. તો બીજી તરફ જિલ્લા પોલીસ વડાની કાર્યવાહી સામે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલે સવાલ ઉઠાવ્યાં છે. શિહોરી પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ સામે સવાલ કરતા કહ્યું કે, શિહોરી પોલીસ સ્ટેશનમાં કેટલા ગેરહાજર રહે છે. તેમનો કોઈ રિપોર્ટ પીએસઆઇએ આપ્યો નથી તો અમારો જ રિપોર્ટ કેમ આપવામાં આવ્યો.
આ અગાઉ અમરેલીના રાજુલા પોલીસના જાપ્તામાંથી દુષ્કર્મ આચરનાર આરોપીને મુદત માટે કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો. તેના પહેલા તેને હોટલમા જમવા માટે લઈ ગયા હતા. તે સમયે આરોપી પોલીસ કર્મચારીઓની નજર હટતા જ હથકડી છોડીને ફરાર થઈ ગયો હતો. આ વાતની જાણ એસપીને થતા તેમણે ૩ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે આરોપીને પોક્સો, અપહરણ અને દુષ્કર્મ આચરવાના ગુના હેઠળ તેને સજા ફટકારવામાં આવી હતી. જેની મુદત માટે આરોપીને રાજુલા કોર્ટમાં હાજર કરવા માટે લાવવામા આવ્યો હતો.