હાલોલ વરીયા સોસાયટીની 29 વર્ષીય મહિલા ગુમ થયાની ફરિયાદ

હાલોલ,હાલોલ વરીયા કોલોનીમાં રહેતી 29 વર્ષીય મહિલા પોતાના ધરેથી એકટીવા લઈ હોસ્પિટલમાં જવાનું કહી ધરેથી નિકળ્યા બાદ પરત નહિ ફરી ગુમ થતાં હાલોલ પોલીસ મથકે ફરિયાદ.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ વરીયા કોલોજીમાં રહેતા સેજલબેન રોશનકુમાર પરમાર ઉ.વ.29 જે 15 એપ્રિલના રોજ પોતાની એકટીવા નં. જીજે.17.બીએલ.6325 લઈને ધરેથી નિકળી હતી. નિકળતા પહેલા સાસુને સર્જીકલ હોસ્પિટલમાં જવાનું કહી નિકળ્યા બાદ ધરે નહિ આવી કયાંક ગુમ થયેલ હોય આ બાબતે હાલોલ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવા પામી છે.