શહેરા,શહેરા રેફરલ હોસ્પિટલ પાસે પસાર થતા દિલ્લી બોમ્બ હાઇવે માર્ગ ઉપર ટ્રક વીજ થાંભલા સાથે અથડાતા લાઈટો ગુલ થઈ ગઈ હતી. જ્યારે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને ઈજા પહોંચી હતી.
શહેરા રેફરલ હોસ્પિટલ પાસે પસાર થતા દિલ્લી બોમ્બ હાઇવે માર્ગ ઉપર સવારના સમયે લુણાવાડાથી ગોધરા તરફ જતી એલપી ટ્રકનું સ્ટેરીંગ લોક થઈ જતા એલપી ટ્રક વીજ થાંભલા સાથે અથડાઈ હતી. આ બનેલા બનાવવામાં ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને ઈજા પહોંચી હતી. આ બન્ને ઇજાગ્રસ્તોને રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટ્રક વીજ થાંભલા સાથે અથડાવાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લાઈટો બંધ થતા લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. એમ.જી.વી.સી.એલ. દ્વારા તૂટી ગયેલ વીજ થાંભલો નવો નાંખવાની કામગીરી હાથ ધરાઇ હતી.