ઝાલોદ,ઝાલોદ પાલિકાની ચુંટણી ખેંચાતા પાલિકામાં વહીવટદારની નિમણુંક કરી હતી. ઝવેરી કમિશને રિપોર્ટ ન સોંપવાના કારણે રમજય સરકાર દ્વારા ચુંટણી ઠેલવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં ઝવેરી કમિશન દ્વારા ઓબીસી અનાતને લઈને રિપોર્ટ સુપરત કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે હવે પાલિકાની અને ગ્રામ પંચાયતની અટકેલી ચુંટણી યોજવાના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યા છે. ઝવેરી કમિશનના રિપોર્ટમાં ગ્રામ પંચાયત અને પાલિકાની ચુંટણીમાં ઓબીસી બેઠકો વધવાની શકયતા છે. ચુંટણીમાં ઓબીસી બેઠકોનુ પ્રભુત્વ જોવા મળનાર હોવાને લઈને ઓબીસી સમાજમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પાલિકા અને પંચાયતની ચુંટણી યોજવાની જાહેરાત થવાની સંભાવના છે.