ગોધરા,મોરવા(હ)ના વંદેલી ગામે પતિએ ઠંડા કલેજે પત્નિનુ ગળુ દબાવીને મોતને ધાટ ઉતારીને સાળાને બિમાર પડતા શરીર ઠંડુ પડી ગયુ હોવાનુ જણાવ્યા બાદ સાળાની નજર બહેનના ગળાના ભાગે ઈજાઓ જોતા પી.એમ.કરાવતા પતિએ પત્નિનુ ગળુ દબાવીને હત્યા કરી હોવાનુ બહાર આવતા સાળાએ બનેવી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
મોરવા(હ)તાલુકાના વંદેલી ગામે રહેતા ગુલાબભાઈ રામાભાઈ ડામોરની 32 વર્ષિય પત્નિ ઉશાબેન વાલાગોટાથી પરત આવતી વખતે બિમાર પડતા વંદેલી દવાખાને બતાવ્યા બાદ ધરે લઈ આવ્યા હતા. રાત્રિના સમયે ગુલાબભાઈ તેમના સાળા મહેશભાઈને ફોન કરીને જણાવ્યુ કે, તમારી બહેનનુ શરીર ઠંડુ પડી ગયુ છે અને કંઈપણ બોલતી નથી. જેથી મહેશભાઈ બહેનને જોવા વંદેલી ગામે દોડી આવ્યો હતો. ધરે મહેશને તેની બહેન ઉશાબેનના ગળે નિશાન દેખાતા તેમને શંકા ગઈ હતી કે, તેમની બહેનની કોઈ દ્વારા હત્યા થયેલી છે. જેથી તેઓ તાત્કાલિક પોતાની મોટી બહેનને હોસ્પિટલ ખાતે લાવી પી.એમ.કરાવ્યુ. પી.એમ.માં જાણવા મળ્યુ કે,ગળામાં દબાણ આવવાથી મોત નીપજયું છે. જેથી તેઓને શંકા ગઈ કે બહેનુ તેના બનેવીએ કોઈક કારણસર ગળુ દબાવીને મોતને ધાટ ઉતારી છે. હત્યાની ફરિયાદ સાળાએ બનેવી વિરુદ્ધ નોંધાવી હતી.