બાલાસિનોર જવાહર નવોદય વિઘાલયમાં પાણી ન આવતા છાત્રો ટેન્કરના સહારે

બાલાસિનોર,કેન્દ્ર સરકાર દ્વારા વિધાર્થીઓની સુવિધા માટે લાખ રૂપિયાના ખર્ચે જવાહર નવોદય વિઘાલય બનાવવામાં આવી છે. છતાંય વિધાર્થીઓને સુવિધાઓ મળતી નથી. જવાહર નવોદય વિઘાલયમાં બાળકો હાલ ભર ઉનાળે તરસ્યા બન્યા છે.

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં કરણપુર ગામ પાસે જવાહર નવોદય વિઘાલય લાખો રૂપિયા ખર્ચે બનાવવામાં આવી છે. જે વિઘાલયમાં 250 જેટલા વિધાર્થીઓ ભણે છે. તેમજ 20 શિક્ષક જેટલો આ વિઘાલયમાં સ્ટાફ છે. ત્યારે બાલાસિનોરની જવાહર નવોદયફ વિઘાલયમાં 4 બોર હોવા છતાં વિધાર્થીઓ તેમજ શિક્ષકો પાણી વગર તરસ્યા રહે છે. જેમાં 4 બોરમાંથી 1 બોર વાસ્મો યોજનામાં બનાવવામાં આવ્યો છે. જે બોર બને 5 મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં0 બોરમાં હજુ સુધી મોટર ઉતારવામાં આવી ન હોવાથગી આ બોર શોભાના ગાંઠિયા સમાન બની છે. ત્યારે જવાહર નવોદય વિઘાલયમાં ચાર બોર હોવા છતાં સરકારની બેદરકારીના કારણે વિધાર્થીઓ તેમજ શિક્ષક સ્ટાફને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. બોર બંધ હોવાના કારણે ધણી વખત રૂપિયા ખર્ચી પાણીનુ ટેન્કર મંગાવવા મજબુર બન્યા છે. જેથી સમસ્યાનો વહેલી તકે નિકાલ આવે તે જરૂરી બન્યુ છે.