ગરબાડા,દાહોદ એસઓજી શાખાના પોલીસ ઈન્સ્પેકટર એસ.એમ.ગામેથી તેમજ એસ.ઓ.જી.શાખાના કર્મચારીઓ પરિણામલક્ષી કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી હતી. જે સુચનાના આધારે એસઓજી શાખાના માણસો ખાનગી બાતમીદારોને રોકી જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અરવિંદભાઈ પાગળાભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઈસમ બ્લ્યુ કલરની અડધી બાંયની ટી-શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી નઢેલાવ ગામ તળ ફળિયાથી આંબલી ગામે ઉસરા ફળિયાના નિશાળ પાસે આમલી ચોકડી તરફ જનાર છે. તે બાતમીના આધારે આંબલી ગામે ઉસરા ફળિયા નિશાળ પાસે આમલી ચોકડી રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળો ઈસમ ચાલતો આવતા તેને પકડી પાડી તેની અંગઝડતી કરતા આરોપી રમેશભાઈ સામજીભાઈ ભાભોર પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. દાહોદ એસ.ઓ.જી.પોલીસે વધુ કાર્યવાહી માટે જેસાવાડા પોલીસ સ્ટેશન ખાતે આર્મ એક મુજબ ગુનો નોંધી આગળ વધુ કાર્યવહી હાથ ધરી હતી.