7 મેના રોજ યોજાવા જઇ રહેલી તલાટીની પરીક્ષાને લઇ હસમુખ પટેલે ટ્વિટ કરીને મહત્વની જાણકારી આપી.

  • તલાટીની પરીક્ષાનું પેપર 12:30 વાગ્યે જ અપાશે
  • 7 મેના રોજ યોજાવા જઇ રહી છે તલાટીની Exam
  • હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી મહત્વની જાણકારી

પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલે ટ્વિટ કરીને તલાટીની પરીક્ષા અંગે મહત્વની જાણકારી આપી છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાના સમયે એટલે કે 12:30 વાગે જ આપવામાં આવશે.’તમને જણાવી દઇએ કે, ઉમેદવારોએ અગાઉ પેપર વહેલું આપવાની રજૂઆત કરી હતી. આથી આ મુદ્દે હસમુખ પટેલે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે. પ્રશ્નપત્ર અપાતા પહેલાં ઉમેદવારો પાસેથી અંગૂઠાનું નિશાન અને સહી લહી લેવાશે.

ઉલ્લેખનીય છે કે, હસમુખ પટેલે અગાઉ પણ ટ્વિટ કરીને સંમતિપત્ર ભરવા અંગે મહત્વની જાહેરાત કરી હતી. જેમાં તેઓએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘તલાટી કમ મંત્રીની  તારીખ 7.5. 2023 ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેવા અંગેનું સંમતિ ફોર્મ ઓજસ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે. આ ફોર્મ તારીખ 20 મી એપ્રિલના સવારે 11:00 કલાક સુધી ઓનલાઈન ભરી શકાશે.’

ત્યાર બાદ સંમતિપત્રને લઇને અન્ય ટ્વિટ દ્વારા પણ હસમુખ પટેલે મહત્વની જાણકારી આપતા કહ્યું હતું કે, ‘ઉમેદવારોની સંખ્યાના આધારે પરીક્ષા કેન્દ્ર નક્કી થાય છે. ત્યારબાદ કેન્દ્રના નામ સાથેના કોલ લેટર ડાઉનલોડ કરવાના થાય છે. જેથી  કોલ લેટર ડાઉનલોડ થયા બાદ સંમતિપત્ર કરવાનો કોઈ ફાયદો નથી.’ આ સિવાય કહ્યું હતું કે, ‘સંમતિ પત્ર ભર્યા બાદ કોઈ ઉમેદવાર કોઈ કારણસર પરીક્ષા ન આપી શકે તો ઉમેદવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. ઉમેદવાર પરીક્ષા આપવા ઈચ્છા ધરાવતા હોય તેઓ વહેલી તકે સંમતિપત્ર ભરી લે.’