હિરેન પટેલની હત્યા : ગૃહ મંત્રી એ સાંત્વના તો આપી પણ, બીજા જ દિવસે હિરેન પટેલની પત્નીનું અવસાન

  • હિરેન પટેલની હત્યા બાદ લાંબી માંદગી બાદ સોમવાર સવારે અંતિમ શ્ર્વાસ લીધા.
  • પરિજનો સહિત સમગ્ર પંથક માં ઘેરા શોક ની લાગણી.

ઝાલોદ,
ઝાલોદ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ તથા કાઉન્સિલર હિરેન પટેલની ત્રણ માસ પૂર્વે હત્યા થઈ હતી. આ હત્યાનું કારણ પાલિકામાં વ્યાપેલા ભ્રષ્ટાચાર હોવાનું જ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. તો પાલિકા સાથે સંકળાયેલા લોકો જ આ હત્યા માં સામેલ હોવાનું પણ બહાર આવ્યું હતું.

રવિવારે ઝાલોદની ડીવાયએસપી કચેરીના ખાત મુહુર્તમાં આવેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ પરિવાર ને સાંત્વના પણ પાઠવી હતી. તો દોષિતો ને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં તેવી પરિજનોને રૂબરૂ માં જઈ અને ખાતરી આપી હતી.

હિરેન પટેલની કસમયે મોતના આઘાત બાદ બીનાબેન માંદગીમાં સરી પડ્યા હતા. અને ગૃહ મંત્રીની મુલાકાતના બીજા જ દિવસે એટલે કે આજે સોમવાર ના રોજ વહેલી સવારે બીનાબેનનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. ત્યારે એક જ પરિવારના બે સભ્યો ની કસમયે થયેલા મોત ને પગલે પંથકમાં ઘેરા શોક ની લાગણી છવાઈ છે. તો પાલિકા થી લઈને વિધાનસભા સુધી ભાજપાની સત્તા હોવા છતાં ને માસ પૂર્વે ભાજપાના જ અગ્રણી અને આગેવાનની હત્યા બાદ પણ ન્યાય માટે તરસી રહેલા પરિજનોને ભાજપા ન્યાયના આપવી સકી હોવાની લાગણી સાથે પંથકજનો માં સત્તાધારીઓ સામે વ્યાપક રોષ ની લાગણી છે.

વોન્ટેડ આરોપી ઝાલોદની આસપાસ ફરતો હોવાની લોક મુખે ચર્ચા…….

હિરેન પટેલની હત્યાની તપાસમાં ઝાલોદના જ ઇમરાન ગુડાલાની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. અને પોલીસ ચોપડે તેને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે હત્યાની તપાસ સ્ટેટ અઝજ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, તથા સ્થાનિક પોલીસ ની સંયુક્ત ટીમ લાગી ગયેલી હોવા છતાં આ આરોપી ઝાલોદની આસપાસ જ ફરતા જોવા મળ્યો હોવા છતાં મુખ્ય આરોપી પોલીસ ની પકડ થી દુર હોય, કંઇક રંધાયું હોવાનું પણ લોકો ને લાગી રહ્યું છે.

માત્ર ત્રણ માસમાં જ હસતો રમતો પરિવાર સત્તા ની બળી ચડી ગયો.

ઝાલોદ નગર પાલિકાની સત્તા ભાજપની તરફેણમાં લાવ્યાના એક માસમાં જ પાલિકાની સત્તામાં જેનો મહત્વ નો ફાળો રહ્યો હતો. એવા હિરેન પટેલ ની હત્યા કરી દેવામાં આવી હતી. તો તેના જ ત્રણ માસમાં જ જ્યારે તેમના પત્ની બીનાબેનનું લાંબી માંદગી બાદ અવસાન થતા હિરેન પટેલ નો હસતો રમતો પરિવાર સત્તાની બળી ચઢી ગયો હતો અને માત્ર હવે તેમનો પુત્ર પંથ એકલો જ રહી ગયો હોઈ નગરજનો એ પણ પંથને સાંત્વના પાઠવી હતી.