શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં બ્રહ્મકુમારીઝ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

લુણાવાડા,મહીસાગર જિલ્લામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિધ્યાલય લુણાવાડા દ્વારા ખુશીઓથી ખુશનુમાં જીવન પ્રેરક સંદેશ સાથે શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના મુખ્ય મહેમાન પદે સ્નેહ મિલન સમારોહ યોજાયો. મહાનુભાવો અને બ્રહ્માકુમારીઝ પરિવારની ઉપસ્થિતિમાં લુણાવાડામાં ચૈતન્ય શિવાલય સર્ચલાઈટ સેન્ટરનું ઉદ્ઘાટન થયું. આ પ્રસંગે આ આધ્યાત્મિક ઉર્જા કેન્દ્રના માધ્યમથી સંસ્કારોનું સિંચન થશે અને મનુષ્ય જીવનમાં પરિવર્તન આવશે તેવા સંદેશ સાથે સમગ્ર પરિસરમાં ઓમ શાંતિનો નાદ ગુંજ્યો હતો. આ કાર્યક્રમમાં રાજસ્થાન માઉન્ટ આબુ મોટીવેશનલ સ્પીકર અને વરિષ્ઠ રાજયોગ પ્રશિક્ષિકા બ્રહ્માકુમારીઝ, રાજયોગીની બ્રહ્માકુમારી ઉષાદીદી, બ્રહ્માકુમારીઝ વડોદરા સબઝોન ઇન્ચાર્જ રાજયોગીની બ્રહ્માકુમારી ડો નિરંજના દીદી બ્રહ્માકુમારીઝ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લા સંચાલિકા રાજયોગીની બ્રહ્માકુમારી સુરેખાદીદીના પ્રેરક આશીર્વચનથી આધ્યાત્મિક ચેતના અનુભવી હતી. બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, રાજસ્થાન ભાજપ મહિલા અગ્રણી ક્રિષ્નાબેન કટારા, લાયન્સ કલબ પ્રમુખ ભરતભાઈ ભોઇ સહિત અગ્રણી મહાનુભાવો સહિત બ્રહ્માકુમારીઝ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મામલતદાર કેપી દવેએ અને જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલે આભાર દર્શન કર્યું હતું.