સંતરામપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

સંતરામપુર,સંતરામપુર પોલીસ સ્ટેશનમાં રમઝાન અને રમજાન ઈદના તહેવારને અનુલક્ષી લઈને નગરના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. સંતરામપુરના પી.આઈ કેકે ડીંડોર અને માલીવાડ પીએસઆઇ પોલીસ સ્ટાફ સાથે હાજર રહીને જણાવેલું કોઈપણ નાનો મોટો પ્રશ્ર્ન હોય તો અમને જણાવશો અને ગામની અંદર શાંતિ જળવાઈ તે બાબતની ચર્ચા કરીને બેઠક યોજવામાં આવેલી હતી.