ગોધરા-વડોદરા હાઈવે પર આવેલ કુશા કેમિકલ કંપનીમાં ધડાકા સાથે આગની ધટના સદ્દનસીબે જાનહનિ ટળી

  • કેમિકલ કંપનીમાં લાગેલ આગને કાબુ લેવા ફાયર ફાયટરો કામે લાગ્યા.
  • કુશા કેમિકલમાં આગ લાગવાની ધટના બાદ બે ગામો ખાલી કરાવાયા.
  • કંપનીમાં લાગેલ આગનું કારણ જાણવા મળ્યું નથી.

ગોધરા,
ગોધરા -વડોદરા હાઈવે રોડ ઉપર નાંદરખા ગામ પાસે આવેલ કુશા કેમિકલમાં કોઈ કારણોસર ધડાકાભેર આગ લાગવાની ધટના બની હતી. કેમિકલ કંપનીમાં લાગેલ આગના બનાવમાં ધુમાડના ગોટેગોટા ત્રણ કિલો મીટર સુધી જોવા મળ્યા હતા. કેમિકલ કંપનીમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે ગોધરા-કાલોલ-હાલોલ અને ખાનગી કંપનીના ૯ ફાયર ફાયટરો ભોર મહેનત કરી હતી. કેમિકલ કંપનીમાં લાગેલ આગને પગલે બે ગામો ખાલી કરવામાં આવ્યા હતા. કેમિકલ કંપનીમાં લાગેલ આગનું કારણ જાણી શકાયું નથી.

ગોધરા-વડોદરા હાઇવે રોડ ઉપર આવેલ નાંદરખા ગામે આવેલ કુશા કેમિકલ કંપનીમાં બપોરના ૧૨ વાગ્યાના સમયે કોઈ કારણોસર ધડાકા સાથે આગ લાગવાની ધટના બનવા પામી હતી. કેમિકલ કંપનીમાં લાગેલ આગે જોતજોતામાં વિકરાળ સ્વ‚પ લીધું હતું. કેમિકલ કંપનીમાં લાગેલ આગને લઈ ૩ કિલોમીટર સુધી ધુમાડેના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા અને ધુમાડાને લઈ કાળા ડિંબાગ વાદળો છવાયા હતા. કેમિકલ કંપનીમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે ગોધરા નગર પાલિકા, કાલોલ નગર પાલિકા, હાલોલ નગર પાલિકા તેમજ ખાનગી કંપનીના ૯ જેટલા ફાયર ફાયટરો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને ૪ કલાકની ભારે મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. ફાયર ફાયટરો આગને કાબુમાં લેવાની મથામણ કરી રહ્યું હતું. દરમ્યાન કેમિકલ કંપની પ્લાન્ટમાં સતત બ્લાસ્ટ થઈ રહ્યા હતા. કંપનીમાં લાગેલ આગમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થયાનું સામે આવ્યું નથી. કુશા કેમિકલ કંપનીના પ્લાન્ટમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. કેમિકલ કંપનીમાં લાગેલ આગની ગંભીરતા ને લઈને બે ગામો ખાલી કરવામાં આવ્યા હતા. કેમિકલ કંપનીમાં આગના બનાવને લઈ નજીકના ગામોના લોકો ભયભીત બન્યા છે.

ગોધરા-વડોદરા હાઈવે રોડ ઉપર આવેલ કુશા કેમિકલમાં અગાઉ પણ કેમિકલ્સના ઝેરી તત્વો હવામાં ભળવાની ધટના સાથે આવી હતી. જેને લઈ નાંદરખા ગ્રામ પ્રાથમિક શાળાના બાળકો ઝેરી કેમિકલની અસરને લઈ વિદ્યાથી બેભાન થઈ જતાં સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેમીકલ કંપનીના ઝેરી તત્વોની અસર ગ્રામજનો, બાળકો, પશુઓ અને પર્યાવરણ પણ થતી હોવા અંગે ગ્રામજનો દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે એક યુનિટ બંધ કરવામાં આવ્યું હતું. કુશા કેમિકલ કંપનીમાં ધડાકાભેર બ્લાસ્ટ સાથે આગ લાગવાની ધટના બનવા પામી હતી. ધટનાની જાણ થતાં જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસવડા ધટના સ્થળે પહોચીને ધટનાની સમીક્ષા કરી હતી.

કંપનીમાં આગ લાગવાનું ત્રણ-ચાર દિવસ બાદ જાણી શકાશે…

કુશા કેમીકલમાં ધડાકાભેર આગ લાગવાની ધટનાનું કારણ હાલ જાણી શકાયું નથી. તેમ કંપનીના માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે. બે-ત્રણ દિવસમાં કર્મચારીઓ કંપનીમાં આવ્યા પછી આગ લાગવાનું કારણ જાણી શકાશે.