હાલોલના સ્ટેશન રોડની મોબાઈલ દુકાન અને ઈલેકટ્રોનિક દુકાન ટીવી ખરીદી પોલીસનું આઈ.ડી. બનાવી નકલી ચેક આપી છેતરપિંડી કરતાં ઈસમ સામે ફરિયાદ

  • હાલોલ પોલીસે બન્ને દુકાનોના સીસી ટીવી ફુટેઝના આધારે નકલી પોલીસને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા.
  • નકલી ચેક આપીને ખરીદી કર્યા બાદ ચેક બાઉન્સ થતાં ભાંડો ફુટયો.

હાલોલ,હાલોલ સ્ટેશન રોડ ઉપર આવેલ ભાટીયા મોબાઈલ શોપમાં નકલી પોલીસકર્મી પોલીસનો યુનિફોર્મ પહેરી આવીને દુકાનદારને ગુજરાત પોલીસનું અશોક ભેમાભાઈ ચૌધરીના નામનું ઓળખકાર્ડ બતાવી દુકાનદારને વિશ્ર્વાસમાં લીધા હતા અને મોબાઈલ ફોન ખરીદી રોકડા નથી. તેમ કહી ચેક આપ્યો હતો. દુકાનદારે બેંકમાં ચેક નાખતાં ચેક બાઉન્સ થઈ ગયો ત્યારે આ ઈસમને અમદાવાદમાં નકલી પી.એસ.આઈ. તરીકે ઝડપ્યો હોવાના સમાચાર છેતરપિંડી થયાની જાણ થતાં હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસી ટીવી ફુટેજ ચેક કરતાં ઈસમે છેતરપિંડી કર્યાની સામે આવતાં કાર્યવાહી હાથ ધરી છે.

હાલોલ સ્ટેશન રોડ ઉપર આવેલ ભાટીયા મોબાઈલ દુકાનમાં પોલીસનું યુનિફોર્મ પહેરીને આવેલ નકલી પોલીસ એ દુકાનમાં મોબાઈલ ફોન દેખીને મોબાઈલ ફોન પસંદ કરી હતા અને બીલ ચુકવવા સમયે બેંક બંધ થઈ ગઈ છે. રોકડાની જગ્યાએ ચેક આપવાનું કહી પોતાનું ગુજરાત પોલીસ અશોક ભેમાભાઈ ચૌધરીનુંં ઓળખકાર્ડ બતાવીને દુકાનદારને વિશ્વાસમાં લીધા હતા. જેથી દુકાનદારે ચેક ઉપર મોબાઈલ આપ્યો હતો. દુકાનદારે બેંકમાં ચેક નાખતાં ચેક બાઉન્સ થયો હતો. ત્યારે ઈસમ અમદાવાદમાં નકલી પી.એસ.આઈ. તરીકે ઝડપાયો હોવાના સમાચાર જોતાં દુકાનદાર પોતે છેતરાયો હોવાની ખબર પડી હતી. જેથી દુકાનદારે શિવકૃપા ઈલેકટ્રોનિકસના વેપારીના સંપર્ક કરતાં કોન્સ્ટેબલ ટીવી કિંમત 18,000/-રૂપીયા ચેક આપી લઈ ગયો હોવાનું જાણવતા બન્ને વેપારીઓ હાલોલ પોલીસ મથકે પોલીસની ઓળખ આપીને નકલી પોલીસ દ્વારા છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસ સીસી ટીવી ફુટેજના આધારે મોબાઈલ શોપ અને ઈલેકટ્રોનિક દુકાન માંથી નકલી પોલીસનું ઓળખકાર્ડ બતાવી નકલી ચેક આપી ઠગ છેતરપિંડી કરતાં અશોકભાઈ ભેમાભાઈ ચૌધરી સામે અસલી હાલોલ પોલીસને ગુન્હો નોંધી વેપારીઓને છેતરતાં નકલી પોલીસને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.