કાલોલના બેઢીયા સંતોષી પેટ્રોલ પંપ પાસેથી 10 કેવીએનું ટ્રાન્સફોર્મર ચોરી જતાં ફરિયાદ

કાલોલ,કાલોલ તાલુકાના બેઢીયા ગામે સંતોષી પેટ્રોલ પંંપની બાજુમાં મધ્ય ગુજરાત વીજ કંપનીનુંં 10 કેવીએ નું ટ્રાન્સફોર્મર કિંમત 39,900/-રૂપીયા બદદાનતથી ખસેડી લઈ જઈ ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના બેઢીયા ગામે સંતોષી પેટ્રોલ પંપ પાસે મધ્ય ગુજરાત વીજ પેટા વિભાગીય કચેરી વેજલપુરનું 10 કેવીએનું ટ્રાન્સફોર્મર કિંમત 39,900/-રૂપીયા મુકેલ હોય તેની કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા બદદાનતથી ખસેડી લઈ જઈ ગુન્હો કર્યાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવા પામી છે.ક