શહેરા પોલીસ મથકના પી.આઈ. રાહુલસિંહ રાજપુતની બદલી થતા વિદાય સમારોહ યોજાયો

શહેરા,પંચમહાલના શહેરા પોલીસ મથકના પીઆઈ રાહુલસિંહ રાજપુતની ગોધરા બી ડીવીઝન ખાતે બદલી થતા તેમનો વિદાય સમારોહ સાથે નવા પી.આઇ. કિશોર ખરાડીનો વેલકમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહમાં શહેરાનગરના વિવિધ સમાજના અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.પીઆઈ રાહુલકુમાર રાજપુતનું શાલ તેમજ પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. પીઆઈ રાહુલસિંહ રાજપુત દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન પ્રંશસનીય કામગીરી કરવામાં આવી હતી.

શહેરા પોલીસ મથકના ખાતે ફરજ બજાવતા પીઆઈ રાહુલસિંહ રાજપુતની ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથક ખાતે બદલી થતા પોલીસ મથકના પંટાગણમાં તેમનો વિદાય સમારોહ સાથે નવા પી.આઇ. કિશોર ખરાડીનો વેલકમ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. આ રાખવામાં આવેલા કાર્યક્રમમાં પી.આઈ રાહુલ રાજપૂતને શહેરા નગરના વિવિધ સમાજના આગેવાનો દ્વારા ફુલહાર તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ મથકના કર્મચારીએ કિશોર કુમારનું કભી અલવિદા ના કહેના ગીત ગાઈને પોતાની લાગણી રજુ કરી, પીઆઈને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પી.આઇ રાહુલસિંહ રાજપૂતે તેમની ફરજ દરમિયાન આંકડીયા પાસે એક મકાનમાં ધમધમતુ મીની કતલખાનુ ઝડ઼પી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પશુઓની ગેરકાયદેસર હેરાફેરી, પ્રોહીબીશન અને વિવિધ ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સહિત વિવિધ ગુનાઓ ડીટેક્ટ કરી પ્રંશસનીય કામગીરી કરી હતી. શહેરા પોલીસ મથકના તમામ કર્મચારીઓ દ્વારા પુષ્પવર્ષા કરીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. વિદાય સમારોહમાં શહેરા નગરના અગ્રણીઓ, પોલીસ કર્મચારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડસ, ટ્રાફીક જવાનો સહિતનાઓ ઉપસ્થિત રહીને શુભકામનાઓ પણ પાઠવી હતી. સાથે નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર કિશોર ખરાડીને મો મીઠું કરાવીને વેલકમ કરવામાં આવ્યું હતું.