ગરબાડા તાલુકાની આમલી ચોકડી પાસેથી હાથ બનાવટના દેશી તમંચા સાથે એક ઇસમને પકડી પડતી દાહોદ SOG પોલીસ

દાહોદ,દાહોદ એસ.ઓ.જી. શાખાના સ્ટાફને પરિણામલક્ષી કામગીરી કરવા માટે સુચના આપવામાં આવતાં સૂચનાના આધારે એસ.ઓ.જી. શાખાના માણસો ખાનગી બાતમીદારોને રોકી જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અરવિંદભાઈ પાંગળાભાઈને ખાનગીરાહે મળેલી બાતમીના આધારે એક ઈસમ બ્લુ કલરની અડધી બાયની ટીશર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી નઢેલાવ ગામ તળ ફળીયાથી આંબલી ગામે ઉસરા ફળિયાના નિશાળ પાસે આમલી ચોકડી તરફ જનાર છે. તે બાતમીના આધારે આંબલી ગામે ઉસરા ફળિયા નિશાળ પાસે આમલી ચોકડી રોડ ઉપર વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળો ઈસમ ચાલતો ચાલતો આવતા તેને પકડી પાડી તેની અંગ ઝડપ કરતાં આરોપી રમેશભાઈ સોમજીભાઈ ભાભોર પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમચો મળી આવ્યો હતો. દાહોદ એસ.ઓ.જી. પોલીસે વધુ કાર્યવાહી માટે જેસાવાડા પોલીસ સ્ટેશન ખાતે આર્મ એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી