દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આમલે ગામેથી દાહોદ એસ.ઓ.જી. પોલીસે એક ઈસમ પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂા. 2,500 સાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણવા મળે છે

દાહોદ,ગત તા.15મી એપ્રિલના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે આમલી ગામે ઉસરા ફળિયામાંથી રમેશભાઈ સોમજીભાઈ ભાભોર (રહે. નઢેલાવ, ધુળ મહુડી ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ) ને ઝડપી પાડી તેની અંગ ઝડતી કરતાં પોલીસે તેની પાસેથી પાસ પરમીટે બિન અધિકૃત રીતે પોતે પોતાના ઉપયોગ માટે કે કોઈને વેંચવા અથવા તબદીલ કરવા પોતે પોતાના અંગ કબજામાં રાખેલ દેશી હાથ બનાવટનો તમંચો જેની કિંમત રૂા. 2,500 સાથે પોલીસે ઝડપી પાડી આ સંબંધે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.