જાંબુધોડાના કોહીવાવા ગામે રોડ સાઈડ પથ્થર ઉપર પગ મૂકી બાઈક લઈ ઉભેલ ચાલકનો પગ છટકતા પાછળ બેઠેલ વ્યકિત ખાડામાં પડેલ વ્યકિત ઉપર બાઈક પડતા મોત

ગોધરા,જાંબુધોડા તાલુકાના કોહીવાવ ગામે બાઈક ચાલક બાઈક ઉભી રાખી બાજુમાં પથ્થર ઉપર પગ મૂકી ઉભા હતા. ત્યારે પથ્થર ખસી જતાં રોડ બાજુમાં ખાડામાં બાઈક પાછળ બેઠેલ ખાડામાં પડતા તેમના ઉપર બાઈક પડતા ગંભીર ઈજાઓ થવાથી મોત નિપજાવા પામ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જાંબુધોડા તાલુકાના કોહીવાવ ગામે રહેતા હિતેશભાઈ જયંતિભાઈ બારીયા પોતાની બાઈક નં.જીજે.06.એઆર.5995 બાઈક લઈને નિકળ્યા હતા. બાઈક ચલાવ્યા બાદ કોહીવાવ ગામે આર.સી.સી. રોડ ઉપર બાઈક ઉપર રાખી બાજુના પથ્થર ઉપર પગ મૂકી ઉભા હતા. દરમિયાન પગ મૂકેલ પથ્થર ખસી જતાં બાઈકની પાછળ બેઠેલ ગીરીશભાઈ અમરસીંગ બારીયા રોડ સાઈડના 6 ફુટ ઉંડા ખાડામાં પડયા હતા અને તેમની ઉપર બાઈક પડતા માથામાં ગંભીર ઈજાઓ થતાંં ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે જાંબુધોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.