ગોધરાના ઓરવાડા ગામે આઈ.પી.એલ. ક્રિકેટ સટ્ટાનો જુગાર રમડતા 4 ઈસમોને 98 હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યા

ગોધરા,ગોધરા તાલુકાના ઓરવાડા ગામે બલુપુરા ગામે મકાનમાં આઈ.પી.એલ. ક્રિકેટ મેચના સટ્ટાનો જુગાર રમડતા હોય તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી 4 સટ્ટોડીયાને 98,300/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ઓરવાડા ગામે બલુપુરામાં રહેતા રામાભાઈ શકરાભાઈ ડાયરાના મકાનમાં દરવાજા બંધ રાખીને આઈ.પી.એલ. ક્રિકેટ મેચનો સટ્ટો ઝુલ્ફીકાર ઉર્ફે જેડી શોકત હુસેન દાવ (રહે. મીઠીખાન મહોલ્લા, ગોધરા) રમાડી રહ્યો છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન આઈ.પી.એલ. 2023ની રોયલ ચેલેન્જર બેંગ્લોર અને દિલ્હી કેપીટલ વચ્ચેની મેચના જીવંંત પ્રસારણ ફોનમાં લાઈવ જોઈ મોબાઈલ ફોન અને લેપટોપ દ્વારા પૈસાથી હારજીતના સટ્ટો રમાડતા ઝડપી પાડવા આવ્યા. પોલીસે સ્થળ ઉપરથી મોબાઈલ ફોન-11, લેપટોપ, ઈલેકટ્રીક બોર્ડ, બાઈક-1 અને રોકડા 12,800/-રૂપીયા મળી 98,300/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝુલ્ફીકાર ઉર્ફે જેડી શોકત હુસેન દાવ, ઉજેફા ફારૂક અસલા યાસીન અરફાત મોહમદ સુલેમાન હુસેન મીઠા, ફઝલે કરીમ ઈબ્રાહીમ હુરીને ઝડપી પાડવામાં આવ્યા. આ બાબતે ગોધરા તાલુકા પોલસી મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી.