ભીમરાવ આંબેડકરની ૧૩૨ની જયંતી:વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ આપી : જન્મસ્થળ મહુમાં મુખ્ય સમારોહ યોજાયો

  • દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

નવીદિલ્હી,આજે બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અમિત શાહે શુક્રવારે સંસદ ભવન લૉનમાં આયોજિત એક કાર્યક્રમમાં ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ સિવાય પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપીના વડા શરદ પવાર અને અન્ય નેતાઓએ દિલ્હીમાં સંસદ ભવન લૉનમાં ડૉ. આંબેડકરની જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પણ લખનૌમાં આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાને સોશિયલ મીડિયા પર લખ્યું- ’આદરણીય બાબાસાહેબ, જેમણે સમાજના વંચિત અને શોષિત વર્ગના સશક્તિકરણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમની જન્મજયંતિ પર શત શત વંદન. જય ભીમ!’ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ’બાબા સાહેબના જન્મદિવસ પર તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.’

ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જન્મસ્થળ મધ્યપ્રદેશના મહુ ખાતે આજે મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ભાગ લીધો હતો આ ઉપરાંત પૂર્વ સીએમ કમલનાથ, પૂર્વ યુપી સીએમ અખિલેશ યાદવ, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર રાવણ પણ મહુ પહોંચી રહ્યા છે.મધ્યપ્રદેશ સરકાર આ વખતે આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી કરી હતી દર વર્ષે કાર્યક્રમ બાબાસાહેબના જન્મસ્થળ પર યોજાતા હતા, પરંતુ આ વખતે ૩ જિલ્લામાં મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈન્દોર જિલ્લાના મહુ, ખરગોન જિલ્લાના મહેશ્ર્વર અને ગ્વાલિયમાં યોજાયો હતો મહુમાં ડો.આંબેડકરના જન્મસ્થળને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું રાજયપાલ આનંદીબેન પટેલે ટ્વીટ કરી કહ્યું હતું કે આપણા બંધારણના ઘડવૈયા અને સામાજિક સમરસતાના દીવાદાંડી ડો. બાબાસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી ડો. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે વિધાનસભાની મુલાકાતે આવેલા શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો.

દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ શુક્રવારે હૈદરાબાદમાં ડૉ. આંબેડકરની ૧૨૫ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતિ રાયગઢમાં ધામધૂમથી ઉજવવામાં આવી હતી અહીં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી રામલીલા મેદાન રાયગઢથી શોભાયાત્રા નીકળી શહેરના મુખ્ય માર્ગો, ઘાડી ચોક, સ્ટેશન ચોક, ગાંધી પૂતળા, ગૌરી શંકર મંદિર, ગોપી ટોકીઝ થઈને ડો.આંબેડકર ચોક ખાતે ચક્રધર નગર પહોંચી હતી આ ઉપરાંત દેશભરમાં બાબાસાહેબની જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

રાજયપાલ આનંદીબેન પટેલે ટ્વીટ કરી કહ્યું હતું કે આપણા બંધારણના ઘડવૈયા અને સામાજિક સમરસતાના દીવાદાંડી ડો. બાબાસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અપત કરી હતી ડો. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે વિધાનસભાની મુલાકાતે આવેલા શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો.